Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં બે પરપ્રાંતી યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:કીડીઓ કેમ મરતી નથી, ચેક કરવા પોતે ઝેરી દવા ચાખી, ઝેરી અસર થતા યુવકને સારવારમાં ખસેડાયો

    1 week ago

    રાજકોટ શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ ખોડિયારપરા શેરી નંબર 7ના ખૂણે ભાડાની રૂમમાં રહેતો શિવમ આત્મારામ વિશ્વકર્મા (ઉ.વ.25)એ ગઈકાલે પોતાના ઘરે પંખામાં ગમછો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આજ રોજ નીચે રહેતા મકાન માલીક લક્ષ્મીબેન ઉપર જઈ દરવાજો ખખડાવતા હતા જો કે યુવક દરવાજો ન ખોલતા દરવાજો તોડી જોતા યુવક લટકતો જોવા મળ્યો હતો. બનાવ અંગે 108ને જાણ કરતા 108ના ઇએમટીએ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. શિવમ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો રૂમ ભાડે રાખી એકલો રહેતો અને કારખાનામાં મજૂરી કામ કરતો હતો પત્ની એક વર્ષની દીકરી સાથે વતનમાં રહે છે. જો કે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા ન મળતા માલવિયાનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. બીજા બનાવમાં રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના અમુલ રામદાસ પાટીલ (ઉ.વ.32)એ ગઈકાલે સાંજે 6 વાગ્યાં આસપાસ પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘરકામ પૂર્ણ કરી પત્નીએ રૂમમાં જોતા પતિ લટકતો જોવા મળ્યો હતો. બનાવ અંગે 108ને જાણ કરતા 108ના ઇએમટીએ તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. મૃતક યુવાન અમુલ કારખાનામાં કામ કરતો હતો અને તેને સંતાનમાં 10 વર્ષનો પુત્ર છે જેને પીતાં છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. હાલ આપઘાતનું કારણ જાણવા માટે બી.ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના સૂર્યારામપરામાં કીડીઓ મારવા માટે લાવેલ ઝેરી દવાથી કીડીઓ ન મરતા દવા કામ કરે છે કે નહીં તે ચેક કરવા યુવકે પોતે ઝેરી દવા ચાખત. ઝેરી અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિશાલ વિજયભાઈ કંટોડિયા (ઉં.વ.20) પોતે મેલડી માતાજીના મંદિર પાસે હતો ત્યારે રાત્રે 12 વાગ્યા આસપાસ ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વિશાલ પોતે ખેતી મજૂરી કરે છે તેમના માતા પિતા હયાત નથી. પોતે બે ભાઈમાં નાનો છે. ઘરમાં કીડીઓનો ઉપદ્રવ વધતા તેણે કીડીઓ મારવા ઝેરી દવા છાંટી હતી જોકે કીડીઓ પર આ દવાની કોઈ અસર દેખાઈ નહીં એટલે દવા કામ કરે છેકે નહીં તે જોવા થોડીક દવા વિશાલે પોતે ચાખી લીધી હતી જેથી તેને ઝેરી અસર થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હાલ તે સારવાર હેઠળ છે.
    Click here to Read More
    Previous Article
    હૈદરાબાદ-રાજસ્થાન મેચમાં ડ્રામા:RRએ રનચેઝમાં 9 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી; ડેબ્યૂ કરી રહેલા પ્રફુલ્લે 2 ઓવરમાં 4 વિકેટ ઝડપી
    Next Article
    દારૂના કેસમાં સજા મેળવનારને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા:સુરત મનપા વોર્ડ-29ના ઉમેદવાર વંદના સાળુંકે પ્રોહિબિશન કેસમાં સજા ભોગલી ચૂક્યા હોવાનો સોગંદનામામાં ઘટસ્ફોટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment