Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૈદરાબાદ-રાજસ્થાન મેચમાં ડ્રામા:RRએ રનચેઝમાં 9 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી; ડેબ્યૂ કરી રહેલા પ્રફુલ્લે 2 ઓવરમાં 4 વિકેટ ઝડપી

    2 weeks ago

    સનરાઈઝર્સ હૈદરાબાદે IPLની 19મી સીઝનની 21મી મેચમાં રાજસ્થાન રોયલ્સને 217 રનનો ટાર્ગેટ આપ્યો છે. હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટે 216 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાને પહેલી જ ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી. ટીમે વૈભવ સૂર્યવંશી (0), ધ્રુવ જુરેલ (0), લુઆન ડેર પ્રિટોરિયસ (0)ની વિકેટ ગુમાવી. આ ત્રણેયને ડેબ્યૂ કરી રહેલા પ્રફુલ હિંગેએ આઉટ કર્યા. તેણે પોતાની બીજી ઓવરમાં RR કેપ્ટન રિયાન પરાગ (4)ને પણ આઉટ કર્યો હતો. તો અન્ય એક ડેબ્યુટન્ટ સાકિબ હુસૈને જયસ્વાલ (1)ને આઉટ કર્યો. હાલ ટીમ તરફથી રવીન્દ્ર જાડેજા અને ડોનોવન ફરેરા ક્રિઝ પર છે. SRHએ પહેલા જ બોલ પર અભિષેક શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાંથી ઈશાન કિશને 44 બોલ પર 91 રનની ઇનિંગ રમીને ટીમને 100ને પાર પહોંચાડી હતી. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. હેનરિક ક્લાસેને 40 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચરે બે વિકેટ ઝડપી હતી. સંદીપ શર્મા, તુષાર દેશપાંડે અને રિયાન પરાગને એક-એક વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા અને પ્રફુલ હિંગે. ઇમ્પેક્ટ પ્લેયર: સાકિબ હુસૈન રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), લુઆન ડેર પ્રિટોરિયસ, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ અને તુષાર દેશપાંડે. ઇમ્પેક્ટ પ્લેયર: વૈભવ સૂર્યવંશી.
    Click here to Read More
    Previous Article
    IPL 2026, SRH vs RR Live Cricket Score: On debut, Praful Hinge and Sakib Hussain reduce Rajasthan to 9/5
    Next Article
    રાજકોટમાં બે પરપ્રાંતી યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું:કીડીઓ કેમ મરતી નથી, ચેક કરવા પોતે ઝેરી દવા ચાખી, ઝેરી અસર થતા યુવકને સારવારમાં ખસેડાયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment