Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન ભારતીય જહાજોને હોર્મુઝ પાર કરવામાં મદદ કરશે:અમેરિકાને ચેતવણી- હોર્મુઝ પર હુમલો કર્યો તો ખાડીનું કોઈ પણ બંદર સુરક્ષિત નહીં રહે

    6 days ago

    ઈરાને જણાવ્યું છે કે તે ભારતના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવામાં મદદ કરશે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલીએ માહિતી આપી હતી કે ઈરાન અને ભારત વચ્ચે આ મુદ્દે સકારાત્મક વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે વર્તમાન તણાવ છતાં ઈરાન ઈચ્છે છે કે ભારતના જહાજો કોઈ પણ મુશ્કેલી વિના આ માર્ગ પરથી પસાર થઈ શકે. તેથી ઈરાન મદદ કરવા માટે તૈયાર છે. આ અગાઉ ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો હોર્મુઝ સ્ટ્રેટ અને તેના બંદરોને નિશાન બનાવવામાં આવશે, તો ફારસની ખાડી અને ઓમાન સાગરમાં કોઈ પણ પોર્ટ સુરક્ષિત રહેશે નહીં. ઈરાનની સેના અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ જણાવ્યું કે આ ક્ષેત્રની દરિયાઈ સુરક્ષા તમામ દેશોની સામૂહિક જવાબદારી છે. જો સુરક્ષા દરેક માટે નહીં હોય, તો તે કોઈના માટે પણ રહેશે નહીં. બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકા સોમવારથી ઈરાનના બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારો પર નાકાબંધી લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ અંતર્ગત ઈરાનના બંદરો પર આવતા-જતા તમામ દેશોના જહાજો પર નજર રાખવામાં આવશે અને તેમને રોકી પણ શકાય છે. આ દરમિયાન વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં થયેલી વાટાઘાટો નિષ્ફળ થયા પછી અમેરિકા ઈરાન પર ફરીથી સૈન્ય હુમલા કરવા પર પણ વિચાર કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે બધા વિકલ્પો ખુલ્લા છે અને પરિસ્થિતિ અનુસાર આગળનો નિર્ણય લેવામાં આવશે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે, નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    થલાપતિ વિજયની 'જન નાયકન' લીક કરનારા 6 શખ્સોની ધરપકડ:300થી વધુ પાઇરેટેડ લિંક્સ હટાવાઈ, ક્લાઉડ સ્ટોરેજથી ફિલ્મ શેર કરતા હતા
    Next Article
    ટિકિટ મુદ્દે ભાજપમાં ભડકો, VIDEO:કાળમુખાં ડમ્પરે સાત પદયાત્રીઓને ચગદી નાખ્યા, સુરતમાં પ્રસાદમાં ઝેર ભેળવી પાડોશીને પતાવી દેવાનું ખતરનાક ષડયંત્ર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment