Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થલાપતિ વિજયની 'જન નાયકન' લીક કરનારા 6 શખ્સોની ધરપકડ:300થી વધુ પાઇરેટેડ લિંક્સ હટાવાઈ, ક્લાઉડ સ્ટોરેજથી ફિલ્મ શેર કરતા હતા

    11 hours ago

    સાઉથ સ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ ‘જન નાયન’ ઇન્ટરનેટ પર લીક થવાના મામલે તમિલનાડુ સાયબર ક્રાઈમ વિંગે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ લોકો પર ફિલ્મની ક્લિપ્સ અને મૂવીને ઓનલાઈન લીક કરવાનો આરોપ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લોકોએ ક્લાઉડ સ્ટોરેજ અને શેર્ડ ડ્રાઇવ લિંક્સ દ્વારા ફિલ્મને સોશિયલ મીડિયા પર ફેલાવી હતી. 300થી વધુ પાઇરેટેડ લિંક્સ હટાવાઈ સાયબર ક્રાઈમ વિંગે ફિલ્મની પાઈરસી રોકવા માટે ખાસ ટીમો બનાવી હતી. આ ટીમોએ અત્યાર સુધી ઈન્ટરનેટ પરથી 300થી વધુ ગેરકાયદેસર લિંક્સ શોધીને તેને હટાવી દીધી છે. પોલીસ ધરપકડ કરાયેલા શખ્સોના ફોન અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ કરી રહી છે. પોલીસ હજુ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, વેબસાઈટ્સ અને ફાઈલ-શેરિંગ એપ્સ પર નજર રાખી રહી છે, જેથી ફિલ્મને વધુ લીક થતી અટકાવી શકાય. આરોપીઓએ ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કર્યો 'ઇન્ડિયા ટુડે'ના રિપોર્ટ અનુસાર, પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), આઇટી એક્ટ, કોપીરાઇટ એક્ટ અને સિનેમેટોગ્રાફ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીઓએ ફિલ્મને શેર કરવા માટે ક્લાઉડ સ્ટોરેજ ડિજિટલ ટેકનોલોજીનો સહારો લીધો હતો, જેથી તેઓ પકડાઈ ન શકે. હાલમાં તમામ 6 આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પ્રોડક્શન હાઉસે ચેતવણી આપી ફિલ્મના નિર્માતાઓ 'KVN પ્રોડક્શન્સ' દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડીને લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ ગેરકાયદેસર લિંક શેર ન કરે. તેમણે કહ્યું, 'અમે 'જન નાયકન'ના એક્સક્લુઝિવ કોપીરાઈટ માલિક છીએ. અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે ફિલ્મના દ્રશ્યો અને ક્લિપ્સની નકલ કરીને પ્રસારિત કર્યા છે, જે ડિજિટલ પાઇરેસીનો ગંભીર મામલો છે.' ફિલ્મનું બેકગ્રાઉન્ડ શું છે? એચ. વિનોદના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'જન નાયકન' એક મોટા બજેટની એક્શન ફિલ્મ છે. આમાં થલપતિ વિજય સાથે પૂજા હેગડે, બોબી દેઓલ, પ્રકાશ રાજ અને ગૌતમ વાસુદેવ મેનન જેવા મોટા સ્ટાર્સ જોવા મળશે. થલપતિ વિજયની આ ફિલ્મ તેની છેલ્લી ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે, કારણ કે આ પછી તે રાજકારણમાં સક્રિય થવાના છે.
    Click here to Read More
    Previous Article
    હ્યુન્ડાઈ ક્રેટાનું નવું 'સમર એડિશન' લોન્ચ:ડેશ કેમેરા, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર સહિતના ફીચર્સ અપડેટ કરાયા; કિંમત ₹12.06 લાખથી શરૂ
    Next Article
    ઈરાન ભારતીય જહાજોને હોર્મુઝ પાર કરવામાં મદદ કરશે:અમેરિકાને ચેતવણી- હોર્મુઝ પર હુમલો કર્યો તો ખાડીનું કોઈ પણ બંદર સુરક્ષિત નહીં રહે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment