Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાને ઈરાની પોર્ટ પર હુમલો ન કરવાની ચેતવણી:ઈરાને કહ્યું- અમારા પોર્ટને નિશાન બનાવશો તો કોઈ પણ બંદર સુરક્ષિત નહીં રહે

    1 day ago

    ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તેના બંદરોને નિશાન બનાવવામાં આવશે, તો ફારસની ખાડી અને ઓમાન સાગરમાં કોઈ પણ પોર્ટ સુરક્ષિત રહેશે નહીં. ઈરાની સેના અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ જણાવ્યું કે આ ક્ષેત્રની દરિયાઈ સુરક્ષા તમામ દેશોની સામૂહિક જવાબદારી છે. જો સુરક્ષા દરેક માટે નહીં હોય, તો તે કોઈના માટે પણ રહેશે નહીં. બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકા સોમવારથી ઈરાનના બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારો પર નાકાબંધી લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ નાકાબંધી હેઠળ, ઈરાનના બંદરો પર આવતા-જતા તમામ દેશોના જહાજો પર કડક નજર રાખવામાં આવશે અને તેમને રોકી પણ શકાય છે. જોકે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તે જહાજો કે જેઓ ઈરાન સિવાયના અન્ય દેશોના બંદરો વચ્ચે મુસાફરી કરી રહ્યા છે, તેમને અવરજવરની મંજૂરી આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નાકાબંધીનો હેતુ ઈરાનનું ઓઈલ વેચાણ રોકવાનો છે. ટ્રમ્પ અનુસાર અન્ય ઘણા દેશો પણ આ પ્રયાસમાં અમેરિકાનો સાથ આપી રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની સૈન્ય તાકાતને ભારે નુકસાન થયું છે અને તેમનું નૌકાદળ લગભગ ખતમ થઈ ગયું છે. તેમણે કહ્યું કે 158 જહાજો તબાહ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં થયેલી વાટાઘાટો નિષ્ફળ થયા પછી અમેરિકા ઈરાન પર ફરીથી સૈન્ય હુમલા કરવા પર પણ વિચાર કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે બધા વિકલ્પો ખુલ્લા છે અને પરિસ્થિતિ અનુસાર આગળનો નિર્ણય લેવામાં આવશે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે, નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    સંગીતની 'આશા' પંચમહાભૂતમાં વિલીન:મહારાષ્ટ્ર પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું, દાદીને અંતિમ વખત જોઈ પૌત્રીએ પોક મૂકી
    Next Article
    વિરપુરના ચોરસા ગામ નજીક ટ્રેક્ટર પલટતા 8 શ્રમિકો ઇજાગ્રસ્ત:દાહોદના શ્રમિકો ઘઉં કાપી મહેસાણાથી વતન પરત ફરતા વખતે અકસ્માતનો ભોગ બન્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment