Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં નવચંડી યજ્ઞ અને શોભાયાત્રા:સથવારા કડીયા પંચ અને વિશ્વકર્મા પ્રગતિ યુવા મંડળ દ્વારા આયોજન, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

    23 hours ago

    સુરતમાં શ્રી સુરત સથવારા કડીયા સમસ્ત પંચ અને શ્રી વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળના સહયોગથી ચામુંડા માતાજીની દિવ્ય શોભાયાત્રા, નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ તા. 12 એપ્રિલ, 2026, રવિવારના રોજ શ્રી વિશ્વકર્મા ભવન, નાની કડીયા શેરી, સૈયદપુરા, સુરત ખાતે શરૂ થયો. કાર્યક્રમ અનુસાર, યજ્ઞનો પ્રારંભ સવારે 8:00 થયો. સાંજે 5:00 કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું અને યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે 6:00 કલાકે થઈ હતી. રાત્રે 8:00 કલાકે ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. આ નવચંડી યજ્ઞમાં પચ્ચીસ યુગલો પૂજન-અર્ચન કરશે. આયોજકો છેલ્લા છ વર્ષથી આ યજ્ઞનું આયોજન કરી રહ્યા છે. આ યજ્ઞનો મુખ્ય હેતુ સમાજના લોકોને સનાતન ધર્મનું પાલન કરવા એકત્ર કરવાનો, બાળકોમાં સંસ્કાર સિંચન કરવાનો અને સમાજમાં એકતા સ્થાપિત કરવાનો છે. આયોજકો દ્વારા સમગ્ર સમાજને આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    તકનીકી શિક્ષણમાં MCCનો ‘ડબલ સ્ટાન્ડર્ડ’!:સુરતનો AI તાલીમ કાર્યક્રમ અચાનક રદ્દ, શિક્ષકોમાં આક્રોશ અને વિભાગીય વિસંગતતાનો વિવાદ
    Next Article
    જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં કરોડોના ખર્ચ પર વિવાદ:RTIમાં 9 કરોડના ખર્ચના આંકડો સામે આવતા વિપક્ષનો આક્રોશ, ધર્મના નામે ખુલ્લી લૂંટ ચાલતી હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment