Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તકનીકી શિક્ષણમાં MCCનો ‘ડબલ સ્ટાન્ડર્ડ’!:સુરતનો AI તાલીમ કાર્યક્રમ અચાનક રદ્દ, શિક્ષકોમાં આક્રોશ અને વિભાગીય વિસંગતતાનો વિવાદ

    10 hours ago

    રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગમાં તાલીમ કાર્યક્રમોને લઈને દ્વિધા ધોરણો અપનાવવામાં આવતા ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. એક તરફ વિભાગીય કચેરી દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમો માટે Model Code of Conduct (MCC) લાગુ પડતો નથી, જ્યારે બીજી તરફ ઇજનેરી સંસ્થાઓ દ્વારા યોજાતા સમાન પ્રકારના તાલીમ કાર્યક્રમો માટે MCC કડક રીતે લાગુ કરવામાં આવે છે. આ વિસંગતતા નીતિની પારદર્શિતા અને સમાનતા અંગે શંકા ઉભી કરે છે. MCCના કારણોસર તાલીમ કાર્યક્રમ અચાનક રદ્દ સુરતમાં યોજાનાર AI આધારિત મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમ MCCના કારણસર અચાનક રદ કરવામાં આવતા શિક્ષણ ક્ષેત્રમાં નારાજગી ફેલાઈ છે. આ તાલીમ કાર્યક્રમ શિક્ષકો માટે સમયોચિત અને ઉપયોગી માનવામાં આવતો હતો, પરંતુ આ નિર્ણયના કારણે શિક્ષણની ગુણવત્તા સુધારવાની એક મહત્વપૂર્ણ તક ગુમાઈ હોવાનું માનવામાં આવે છે. આ સાથે, ગયા અઠવાડિયામાં કેટલાક ફેકલ્ટી સભ્યો અને પ્રિન્સિપાલોને હેડ ઓફિસ ખાતે હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા હતા અને તાલીમમાં હાજરી ન આપવા બદલ સ્પષ્ટતા માંગવામાં આવી હતી. શિક્ષણવિદોના મતે, આ પ્રકારના દબાણાત્મક પગલાં શિક્ષકો અને સંચાલકોમાં અનાવશ્યક તણાવ ઊભો કરે છે અને શૈક્ષણિક વાતાવરણને નુકસાન પહોંચાડે છે. યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવાની માગ કરાઈ મુખ્ય પ્રશ્ન એ છે કે એક જ રાજ્યમાં સમાન પ્રકારના તાલીમ કાર્યક્રમો માટે અલગ-અલગ નિયમો કેમ લાગુ પડે છે? નિષ્ણાતો માને છે કે નીતિમાં સ્પષ્ટતા, સમાનતા અને પારદર્શિતા અનિવાર્ય છે. આ પ્રકારના વિસંગત નિર્ણયો શિક્ષણ ક્ષેત્રના વિકાસમાં અવરોધરૂપ બની શકે છે અને શિક્ષકોમાં નિરાશા ફેલાવે છે. શિક્ષણ જગતમાંથી સંબંધિત સત્તાધિકારીઓને માંગ કરવામાં આવી રહી છે કે આ મુદ્દે તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે અને ભવિષ્યમાં એકસરખા નિયમો અમલમાં મૂકી શૈક્ષણિક વ્યવસ્થામાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની જાણીતી પોલો ક્લબ અને બિલ્ડર આમને સામને:ક્લબના હોદ્દેદારોએ કહ્યું: સરકારી જમીન પર અતિક્રમણ કરી ફ્લેટ્સ બનાવ્યા, કુંજ પ્લાઝાના બિલ્ડરે કહ્યું: જમીન ગાયકવાડની કંપની પાસેથી દસ્તાવેજ કરીને લીધી, ડેફરમેશન દાવો કરીશ
    Next Article
    સુરતમાં નવચંડી યજ્ઞ અને શોભાયાત્રા:સથવારા કડીયા પંચ અને વિશ્વકર્મા પ્રગતિ યુવા મંડળ દ્વારા આયોજન, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment