Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં કરોડોના ખર્ચ પર વિવાદ:RTIમાં 9 કરોડના ખર્ચના આંકડો સામે આવતા વિપક્ષનો આક્રોશ, ધર્મના નામે ખુલ્લી લૂંટ ચાલતી હોવાનો આક્ષેપ

    13 hours ago

    જૂનાગઢમાં યોજાયેલા વર્ષ 2026ના મહાશિવરાત્રી મેળામાં થયેલા કરોડો રૂપિયાના ખર્ચને લઈને હવે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે વિવાદ વકર્યો છે. સનાતન ધર્મના આ પવિત્ર પર્વમાં કાગળ પર તોતિંગ ખર્ચ દર્શાવીને જનતાના નાણાંનો દુરુપયોગ થયો હોવાનું જણાવી વિપક્ષે શાસક પક્ષ અને વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે. RTIમાં માહિતી છુપાવવાનો અધિકારીનો પ્રયાસ આ સમગ્ર મામલે જૂનાગઢ રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મહિલા અધિકારી એન.ડી.વાળાની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી RTIમાં પૂછાયેલા 20 પ્રશ્નોમાંથી અધિકારીએ માત્ર બે-ત્રણ અસ્પષ્ટ જવાબો આપી બાકીની વિગતો છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. છેલ્લા પાંચ વર્ષના ખર્ચની વિગતો જાહેર ન કરીને ભ્રષ્ટાચાર પર પડદો પાડવાની નીતિ અપનાવાઈ રહી હોવાનું વિપક્ષી નેતા લલિત પરસાણાએ જણાવ્યું છે. 3 કરોડનો અંદાજ સીધો 9 કરોડ પર પહોંચ્યો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કલેક્ટર કચેરીને મોકલવામાં આવેલા અંદાજોમાં ભારે વિસંગતતા જોવા મળી છે. શરૂઆતમાં મેળાનો ખર્ચ 3.13 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હતો. ત્યારબાદ આ આંકડો વધારીને 4.13 કરોડ કરવામાં આવ્યો. અંતે સુધારેલી દરખાસ્તમાં કુલ સંભવિત ખર્ચ સીધો 9 કરોડ રૂપિયા પર પહોંચાડી દેવાયો છે. તંત્ર પાસે આ તોતિંગ વધારા પાછળ કોઈ નક્કર કારણ ન હોવાથી તેને સુનિયોજિત કૌભાંડ માનવામાં આવી રહ્યું છે. લાઈટિંગ અને મંડપના નામે લાખોનો ધુમાડો ખર્ચની વિગતોમાં લાઈટિંગ, સાઉન્ડ અને મંડપ વ્યવસ્થા મુખ્ય છે: પાયાની સુવિધાઓમાં પણ જંગી ખર્ચ એક તરફ તંત્ર 'L-1' એજન્સી દ્વારા નીચા ભાવે કામ સોંપવાની વાતો કરે છે તો બીજી તરફ ખર્ચમાં સતત વધારો શંકા ઉપજાવે છે. મેળો પૂર્ણ થઈ ચૂક્યો છે પરંતુ, જ્યારે આ બિલોની અંતિમ ચુકવણી થશે ત્યારે ભ્રષ્ટાચારનો અસલી ચહેરો જનતા સામે આવશે એવું વિપક્ષી નેતાઓનું કહેવું છે. હાલ તો કાગળ પરના આંકડા અને વાસ્તવિક સુવિધાઓ વચ્ચેના તફાવતે જૂનાગઢના રાજકારણને હચમચાવી નાખ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં નવચંડી યજ્ઞ અને શોભાયાત્રા:સથવારા કડીયા પંચ અને વિશ્વકર્મા પ્રગતિ યુવા મંડળ દ્વારા આયોજન, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા
    Next Article
    Iran USA War News Live | ઈરાને પોતાના વલણથી પાછળ નહીં હટે | Israel | Pakistan | Middle East | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment