Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈકો અને બલેનો કાર વચ્ચે ટક્કર:દમણના કડૈયામાં અકસ્માત, મુસાફરોનો ચમત્કારિક બચાવ

    14 hours ago

    દમણના કડૈયાથી ભીમપોર જતા મુખ્ય માર્ગ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ઈકો કાર અને સામેથી આવી રહેલી બલેનો કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો અને જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વાપીના ત્રણથી ચાર મુસાફરો સાથે ભીમપોર તરફ જઈ રહેલી ઈકો કારના ચાલકે વળાંક પાસે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર સીધી સામેથી આવતી બલેનો કાર સાથે અથડાઈ હતી. આ ગંભીર ટક્કરમાં ઈકો કારમાં સવાર યુવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે, બલેનો કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે રાહદારીઓ અને વાહનચાલકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં દમણ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે રસ્તા વચ્ચે ક્ષતિગ્રસ્ત હાલતમાં પડેલા બંને વાહનોને બાજુ પર હટાવી ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જોકે, ઘટના બાદ બંને પક્ષો વચ્ચે આંતરિક સમજૂતી થઈ જતાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
    Click here to Read More
    Previous Article
    ભાગવતે કહ્યું- હિન્દુ સમાજમાં એકતાની કમી:આ વારંવાર ગુલામીનું મોટું કારણ; હેડગેવારે એકતા અને આઝાદી માટે RSS બનાવ્યું હતું
    Next Article
    ફાંસીની સજાનો આરોપી દોઢ વર્ષે નિર્દોષ છૂટ્યો:સેશન્સ કોર્ટનો હુકમ હાઇકોર્ટે રદ કર્યો, પ્રેમિકાના પતિ અને તેની સાસુને કુહાડીના ઘા મારીને હત્યા કરવાનો આક્ષેપ હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment