Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફર:એપ્રિલ મહિનો એટલે ચેરી બ્લોસમની રંગીન ઋતુ

    3 days ago

    નિતુલ ગજ્જર ભારતમાં આમ તો એપ્રિલ મહિનો એટલે પરીક્ષાનો અને વેકેશનનો સમય. પણ દુનિયાના ઘણા દેશોમાં એપ્રિલ મહિનો વિવિધ ઉત્સવોની ઉજવણી માટે વખણાય છે. એવો જ એક જગવિખ્યાત ઉત્સવ એટલે ‘ચેરી બ્લોસમ ફેસ્ટિવલ’. જેને માણવા લાખો પ્રવાસીઓ દર વર્ષે જપાન, દક્ષિણ કોરિયા, ચીન, તાઈવાન અને વિયેતનામ જાય છે. તાઈવાનમાં સૌથી પહેલા જાન્યુઆરી મહિનામાં ચેરી બ્લોસમની શરૂઆત થાય છે. ત્યારથી લઈને છેક મે મહિના સુધી ચેરી બ્લોસમ જોવા મળે છે. જેમાં સૌથી લાંબો સમય જપાનમાં કુદરતનો આ અનોખો નજારો જોવા મળશે. દર વર્ષે વસંત ઋતુમાં જપાન સહિત ઘણા દેશોમાં ચેરી બ્લોસમના ફૂલ ખીલી ઊઠે છે. આમ તો ચેરી બ્લોસમ એટલે જપાનીઝ ચેરીનાં ઝાડ (સ્થાનિક નામ સકુરા) પર ફૂલોનું આગમન. પરંતુ આછા ગુલાબી રંગના આ ફૂલોના આગમનને હવે ઘણા દેશમાં ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. ચેરી બ્લોસમનાં ફૂલો ખીલ્યાં બાદ તે થોડા મહિનાઓ સુધી જ ઝાડ પર રહે છે અને આ સમયગાળા દરમિયાન વિવિધ ઉજવણી કરવામાં આવે છે. જેમાં બજારોમાં ચેરી બ્લોસમનાં ફૂલોની બનેલી વાનગીઓ ખાવી, ચેરી બ્લોસમમાંથી વિવિધ પ્રકારની સજાવટની સામગ્રી તૈયાર કરવી, ચેરીના ઝાડ નીચે પરિવાર સાથે સમય વિતાવવો, ઝાડ નીચેથી પસાર થવું વગેરે પ્રવૃત્તિ સામેલ છે. ચેરી બ્લોસમ દરમિયાન વૃક્ષ પર ખીલેલાં આછાં ગુલાબી ફૂલનું સૌંદર્ય દર વર્ષે ઘણા મુલાકાતીઓને આકર્ષે છે. જપાનના ચેરી બ્લોસમ ફેસ્ટિવલની પ્રસિદ્ધિ જોતા હવે તો યુ. એસ., સાઉથ કોરિયા, ભારત, યુરોપ, કેનેડા, રશિયા અને ચીનમાં પણ હવે આવા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પણ તેમાંથી જપાન જેટલી ખ્યાતિ કોઈને મળી નથી. સાઉથ કોરિયાનો ચેરી બ્લોસમ ફેસ્ટિવલ હજી પણ થોડો પ્રસિદ્ધિ પામ્યો છે, પણ બાકી કોઈ દેશને ખાસ સફળતા મળી નથી. કારણ કે જપાન અને તેની આસપાસના ટાપુ પ્રદેશ પરનાં જંગલોમાં કુદરતી રીતે ચેરી બ્લોસમનાં વૃક્ષો ઊગે છે. જ્યારે બાકીના તમામ દેશમાં ચેરીનાં વૃક્ષોને જપાનથી લઈ જઈને ઉગાડવામાં આવ્યાં છે. ચેરીનાં ફૂલ ક્યારેય માત્ર આછા ગુલાબી રંગના જ નથી હોતાં, પરંતુ પીળા, લાલ અને સફેદ રંગના પણ જોવાં મળે છે. પૈસા ખર્ચીને આવા કોઈ ઉત્સવમાં સામેલ ન થવું હોય તેમના માટે પણ વિકલ્પની કમી નથી. જપાનમાં ‘ઓસાકા કેસલ પાર્ક’, ‘મેગુરો’ નદી, ‘ઉએનો પાર્ક’, ‘સુમિદા રિવર પાર્ક’, ‘ફિલોસોફર્સ પાથ’, ‘હિરોસાકી પાર્ક’ વગેરે જાહેર સ્થળે પણ નિરાંતે ચેરી બ્લોસમનું સૌંદર્ય માણી શકાય છે. જપાનના લોકો આ ઉત્સવ દરમિયાન ચેરી બ્લોસમનાં વૃક્ષો નીચે ભેગા થઈને વાતાવરણ અને પ્રાકૃતિક સૌંદર્યની મજા માણે છે. સ્થાનિકો આ પ્રવૃતિને ‘હનામી’ તરીકે ઓળખે છે. ભારતમાં ચેરી બ્લોસમ ફેસ્ટિવલ ભારતમાં પણ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. સિક્કિમ અને ઉત્તરપૂર્વનાં અમુક રાજ્યોમાં સરકાર હવે આવા ઉત્સવ યોજે છે. જોકે, જપાન અને દક્ષિણ કોરિયા જેવું ચેરી બ્લોસમનું અભિભૂત કરી દેનારું સૌંદર્ય તમને બધે જોવા નહીં મળે. ચેરી બ્લોસમનું અનોખું રૂપ જોવું હોય તો રાતના સમયે ચંદ્રમાના પ્રકાશમાં આ ઝાડ નીચે થોડો સમય વિતાવવો. આ અનુભવ યાદગાર નીવડશે. જપાનના પાટનગરથી ક્યોટો અને ત્યાંથી આગળ ઉત્તર દિશાએ ચેરી બ્લોસમનાં વૃક્ષ સૌથી વધુ માત્રામાં જોવાં મળે છે. જ્યારે દક્ષિણ કોરિયામાં ‘ઝેઝુ’ ટાપુ નજીકના વિસ્તારો ચેરી બ્લોસમના ઉપવન માટે જાણીતા છે. ચેરી બ્લોસમ ફેસ્ટિવલની મજા માણવામાં શું ધ્યાન રાખવું?
    Click here to Read More
    Previous Article
    વિસ્મય:ઉનાળાની એ બળબળતી બપોર એક જ મઝહબના બે ફિરકા વચ્ચે કાયમી ખુન્નસ ધખાવી ગઈ
    Next Article
    ટાઈમલાઈન:ઍરિનાએ આ પુસ્તક નીલ સુધી કેવી રીતે પહોંચાડ્યું?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment