Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:ભાજપે કાપતાં ચાર પૂર્વ કોર્પોરેટરને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા, બેએ અપક્ષ ફોર્મ ભર્યા

    3 days ago

    પાટણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મેદાનમાં ઉતારવા માટે શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે માત્ર પ્રાંત કચેરીના પરિસરમાં જ નહીં પરંતુ કોંગ્રેસની ઘડીએ આપેલી ટિકિટથી સ્થાનિક ભાજપના રાજકારણ ગરમાયું હતું. જેમાં ભાજપમાંથી ટિકિટ માગેલા ઉત્સુક મોટા ચાર ચહેરાઓને ટિકિટ ના મળતા કોંગ્રેસે હાથ પકડી ફોર્મ ભરાવ્યા હતા. તો બે અન્ય ભાજપના પૂર્વ કોર્પોરેટરો અપક્ષમાં ફોર્મ ભરતા ભાજપનો બળવો ખુલીને બહાર આવ્યો હતો. સામે કોંગ્રેસમાં પાલિકાના પૂર્વ વિપક્ષના નેતા ભરત ભાટિયા અપક્ષ માં ઉમેદવારી નોંધાવી પક્ષી વિમુખ થઈ ગયા હતા. બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યકરોને સાચવવાના બદલે પક્ષ પલટુ કરી ગયેલા તેમજ ભાજપના લોકોને ટિકિટ આપવામાં આવતા નારાજગી પ્રસરી ગઇ હતી. પાલિકામાં કુલ 44 બેઠકો માટે 137 ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોએ તમામ 44 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. જોકે, ટિકિટ વિતરણ બાદ સર્જાયેલા અસંતોષને કારણે હવે ભાજપના ‘જૂના જોગીઓ’એ બળવો કરી કોંગ્રેસ અને અપક્ષ તરીકે ફોર્મ ભરતા બંને પક્ષોને હવે જીતવા માટે ફરીથી ગણિત ગણવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પત્નીને કોર્પોરેટરની ટિકિટ આપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખેમરભાઈ દેસાઈએ ફોર્મ ભરાવવાના અંતિમ સમયે તેમની પત્ની આશાબેન ખેમરભાઈ દેસાઈને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી. ઉમેદવારોને ટિકિટ જાહેર કરેલ પત્રકમાં નીચે તેમની સહી હતી. એટલે જિલ્લા પ્રમુખે પોતાની પત્નીને કોર્પોરેટરીની ટિકિટ આપી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. 3:00 વાગે રાત્રે ઉમેદવાર બદલી ટિકિટ આપી વોર્ડ નંબર : 09 માં ભાજપે તુલસી બેન કનજી ઠાકોરને ટિકિટ આપી હતી. પરંતુ તેઓનું નામ મતદારયાદીમાં ના હોય એટલે સંગઠન ના હોદ્દેદારો દ્વારા બીજા ઠાકોર મહિલાના નામ પણ લઈને આવ્યા પણ તેમના નામ મતદાર યાદીમાં ના હોય એટલે સેન્સની પ્રક્રિયામાં ભાગ લીધેલ ભૂમિકાબેન નિકુંજ મોદીને રાત્રે ત્રણ વાગ્યે ટિકિટ આપવાનું નક્કી કરી જાહેરાત કરીને ડોક્યુમેન્ટરી રેડી કરાવી ફોર્મ ભરાવ્યું છે. નગરપાલિકા ચૂંટણી : અંતિમ ઘડીએ કોઈએ પક્ષ બદલ્યો તો કોઈએ અપક્ષમાં ફોર્મ ભરાયા ભાજપથી નારાજ થઈ અપક્ષ ફોર્મ ભર્યું ગોપાલસિંહ રાજપુત વોર્ડ નંબર : 03 માં ભાજપમાંથી 2930 મતે 2021માં ચૂંટણી જીત્યા હતા. પક્ષે ટિકિટ કાપતા અપક્ષ માંથી ફોર્મ ભર્યું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા અને ટિકિટ મળી ભાજપના પૂર્વ કોર્પોરેટર દિનેશ પટ્ટણી ટિકિટ કપાતા નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસ સાથે જોડાયા હતા. શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે તેમને ટિકિટ આપીને ફોર્મ ભરાવ્યું છે. ટિકિટના મળવાના સંકેતથી અપક્ષમાં ઉભા રહ્યા : ડૉ.નરેશ દવે વોર્ડ નંબર : 09 માં 2021 માં અપક્ષ માંથી ચૂંટણી લડી 3164 મત મેળવી ભાજપમાં જોડાયા હતા ચાલુ વર્ષે ભાજપે ટિકિટ ન મળવાના સંકેતને લઈ અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. ભાજપે ટિકિટના આપતા કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું મોહમ્મદ હુસૈન અતા હુસેન ફારૂકી વોર્ડ નંબર : 10માં વર્ષ 2021માં ભાજપમાંથી ચૂંટણી લડી 3094 મત મેળવ્યા હતા. તેમની ટિકિટ કપાતા તેઓ કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસની ટિકિટ સાથે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું. છેલ્લી ઘડીએ ટિકિટ કાપતા અપક્ષમાં ભર્યું : પૂર્વ કોર્પોરેટર સક્રિય કાર્યકર ચેતનાબેન પ્રજાપતિનું વોર્ડ નંબર સાતમાં ટિકિટ આપવાની વાત વચ્ચે નામ કપાતા તેઓએ અપક્ષ માંથી ઉમેદવારી કરી છે. રામનગરના ભાજપના અગ્રણીને ટિકિટ ના મળતા અપક્ષમાં ભર્યું : વોર્ડ 11 માં રામનગરના અગ્રણી અને વિસ્તારના ભાજપના નેતા ગણાતા ભ ભવનજી ઠાકોર ટિકિટ માગી હતી. છેલ્લી ઘડી સુધી આપવાની વાત બાદ ટિકિટ આપવામાં આવતા અપક્ષમાં ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ આપવા માગતી હતી છતાં વિપક્ષના નેતા અપક્ષમાં ઊભા રહ્યા : કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવતી હોવા છતાં પણ વ્યક્તિગત પ્રભુત્વ સાથે ટિકિટ લડવા માંગતા હોવાનું કહી ટિકિટની વહેચણી પૂર્વે તેમને પક્ષ સાથે છેડો ફાડી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખના ભાઈએ ભાજપમાં ટિકિટ માગી ના મળતા કોંગ્રેસે આપી દીધી : પાટણ શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને આપના પૂર્વ વિધાનસભા ઉમેદવાર લાલેસ ઠક્કર ના ભાઈ વિપુલ ઠક્કર દ્વારા ભાજપમાં ટિકિટની માગણી કરી હતી. પરંતુ ભાજપ દ્વારા ટિકિટ ના આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા તેમને ટિકિટ આપતા કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભર્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઇમાનદારીનું ઉદાહરણ:સિક્યુરિટી સુપરવાઇઝરે 11 હજાર ભરેલું પાકીટ પરત કર્યું
    Next Article
    સુરેન્દ્રનગર મનપા જંગ:વહુ ભાજપમાં અને સાસુ આપમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment