Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇમાનદારીનું ઉદાહરણ:સિક્યુરિટી સુપરવાઇઝરે 11 હજાર ભરેલું પાકીટ પરત કર્યું

    2 days ago

    મહેસાણાના મોઢેરા ચોકડી સ્થિત ST ડેપો સ્થિત હબટાઉનમાં ફરજ બજાવતા સિક્યુરિટી સુપરવાઇઝર કુલદીપ ગઢવીએ મુસાફરનું ખોવાયેલું રૂ. 11 હજાર રોકડ ભરેલું પાકીટ પરત કરી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાટડી તાલુકાના ઝિંઝુવાડા ગામના રાધેભા ઝાલા એસટી બસમાં પાકીટ ભૂલી ગયા હતા. જેમાં રૂ.11,000થી વધુની રોકડ અને મહત્વના દસ્તાવેજો હતા. આ પાકીટ કુલદીપ ગઢવીને મળી આવતાં તેમણે તુરંત જ જવાબદારી સમજીને મુસાફરનો સંપર્ક કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને તેમને શોધી પાકીટ પરત આપ્યું હતું. પોતાનું ખોવાયેલું નાણું અને દસ્તાવેજો પરત મળતા રાધેભાએ ઈમાનદારીની કદરરૂપે વળતર આપવાની ઈચ્છા દર્શાવી હતી. જોકે, કુલદીપ ગઢવીએ વળતર સ્વીકારવાનો નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો અને જણાવ્યું કે, તેમણે માત્ર પોતાની ફરજ નિભાવી છે.
    Click here to Read More
    Previous Article
    પતિ સામે પરિણીતાની ફરિયાદ‎:પૈસા મુદ્દે હેરાન કરતાં પતિએ રસ્તા વચ્ચે ગાડીમાંથી ધક્કો મારી પત્નીને ઉતારી મૂકી
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:ભાજપે કાપતાં ચાર પૂર્વ કોર્પોરેટરને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા, બેએ અપક્ષ ફોર્મ ભર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment