Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ સામે પરિણીતાની ફરિયાદ‎:પૈસા મુદ્દે હેરાન કરતાં પતિએ રસ્તા વચ્ચે ગાડીમાંથી ધક્કો મારી પત્નીને ઉતારી મૂકી

    2 days ago

    નાસ્તો કરવા માટે સાથે આવેલી પત્ની સાથે ઝઘડો કરી પાલાવાસણા બ્રિજ ઉપર ગાડી ઉભી રાખીને નીચે ઉતારી દઈ માર મારીને જતાં રહેતા મામલો તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે પરિણીતાની ફરિયાદ આધારે પૈસા બાબતે અવારનવાર હેરાન કરતા પતિ સામે ગુનો નોંધાયો છે. મૂળ ઉત્તર પ્રદેશના તન્મય લક્ષ્મી શ્રી ક્રિષ્ન મોહનરાયના લગ્ન ઓએનજીસી કોલોનીમાં રહેતા શશાંક શેખર સુશીલકુમાર શર્મા સાથે થયા હતા. શરૂઆતમાં પતિ સાથે તેમનો મનમેળ હતો. પરંતુ લખનઉ પિયર જઈને આવ્યા બાદ તન્મય લક્ષ્મીશ્રીને પતિ પૈસા બાબતે અવારનવાર હેરાન પરેશાન કરીને માનસિક આપતા હતા. 9 એપ્રિલે સાંજે બંને જણા તેમની ગાડીમાં બેસીને નાસ્તો કરવા નીકળ્યા હતા. તે સમયે પતિએ ઝઘડો કરી પાલાવાસણા ચોકડીથી વિજાપુર તરફ જતા બ્રિજ પાસે ગાડી ઉભી રાખી તેમને ધક્કો મારી નીચે ઉતારી દીધા હતા અને ગડદાપાટુનો બેઠો માર માર્યો હતો. જ્યારે પણ ઘરે આવે ત્યારે તારા મા બાપના ઘરેથી રૂપિયા લીધા સિવાય પાછી આવતી નહીં, નહીં તો જાનથી મારી નાખીશની ધમકી આપી પતિ જતો રહ્યો હતો. ઓએનજીસી કોલોની ખાતે જઈ પોતાનો સામાન લઈ તન્મય લક્ષ્મીશ્રી સખી વનસ્ટોપ મહેસાણામાં રોકાયા હતા. જ્યાં તેમને શરીરે દુ:ખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી પતિ શશાંક શેખર સુશીલકુમાર શર્મા સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    બાઇકચોર ઝડપાયા:મહેસાણાથી બે બાઇકચોર ઝડપાયા
    Next Article
    ઇમાનદારીનું ઉદાહરણ:સિક્યુરિટી સુપરવાઇઝરે 11 હજાર ભરેલું પાકીટ પરત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment