Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઇકચોર ઝડપાયા:મહેસાણાથી બે બાઇકચોર ઝડપાયા

    2 days ago

    મહેસાણા પોલીસે બાળ કિશોર સહિત બે શખ્સોને પકડી 3 બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. મિલકત વિરુદ્ધના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે એલસીબીના પીઆઇ એસ.આર. ચૌધરીએ બનાવેલી પીએસઆઇ એમ.પી. ડાભીની ટીમને બાતમી મળી હતી કે, સંજુભા ભોલુભા રંગીતસિંહ ઝાલા (રહે.ગુંજાળા, તા.દેત્રોજ) અને એક બાળકિશોર બંને જણા નંબર પ્લેટ વિનાનું બાઈક લઈને જઈ રહ્યા છે. જેને આધારે પોલીસે બાયપાસ પર નુગર સર્કલ નજીક બંનેને ઊભા રાખી પૂછપરછ કરતાં ચાર મહિના અગાઉ માણસાના બોરૂ નજીક એક હોટલથી, દસ દિવસ અગાઉ મીઠા ચોકડીથી અને પલીયડ ગામે વાડી નજીકથી એમ 3 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ચોરી કરેલા ત્રણે બાઇકને મુદ્દામાલ સ્વરૂપે કબજે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    બેઠકની ફાળવણી:મામાનું ઘર ચલાવતી યુવતીને માલણ બેઠક પર ટિકિટ આપી , ચંડીસરમાં સરપંચની પત્ની,જગાણામાં સરપંચના પુત્રને લોટરી
    Next Article
    પતિ સામે પરિણીતાની ફરિયાદ‎:પૈસા મુદ્દે હેરાન કરતાં પતિએ રસ્તા વચ્ચે ગાડીમાંથી ધક્કો મારી પત્નીને ઉતારી મૂકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment