Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠકની ફાળવણી:મામાનું ઘર ચલાવતી યુવતીને માલણ બેઠક પર ટિકિટ આપી , ચંડીસરમાં સરપંચની પત્ની,જગાણામાં સરપંચના પુત્રને લોટરી

    23 hours ago

    બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કુલ 48 બેઠકો માટે 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં પાલનપુરમાં મામાનું ઘર ચલાવતી યુવતીને માલણ બેઠક ઉપર ટિકિટ અપાઇ હતી. ચંડીસરના સરપંચની પત્નીને ટિકિટની લોટરી લાગી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયતની 48 બેઠકોની ચૂંટણી થવાની છે. જોકે, બંને પક્ષે ટિકિટ વાંચ્છુઓનો બળવો ખાળવા માટે ફોન કરીને જ ઉમેદવારોને મેન્ડેટ આપી દીધા હતા. જેમણે શનિવારે ફોર્મ ભરી દીધા હતા. જે પછી સાંજે બંને પક્ષોએ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. જેમાં પાલનપુરમાં મામાનું ઘર સંસ્થા ચલાવી મા-બાપ વિહોણી દીકરીઓને અભ્યાસ કરાવતા પ્રિયંકાબેન મહેશભાઇ ચૌહાણને માલણ બેઠક ઉપર ટિકિટ આપી હતી. તેમજ ચંડીસર ગ્રામ પંચાયતના સરપંચ દેવેન્દ્ર છાપીયાના પત્ની રિષ્મિબેનને ટિકિટ અપાઇ હતી. જગાણા બેઠક ઉપર સરપંચ પ્રહલાદભાઇ પરીખના પુત્ર અભિષેકને ટિકિટ અપાઇ હતી. ચડોતર બેઠક ઉપર ચકુબેન તલાભાઈ ભાચરા, ગઢ બેઠક ઉપર રમેશભાઈ મૂળજીભાઈ જુડાલ, કાણોદર બેઠક ઉપર ગોમતીબેન મહેશભાઈ ચતરાયા, મડાણા (ગઢ) બેઠક ઉપર ગોવિંદભાઈ રામજીભાઈ મેણાત અને મલાણા બેઠક ઉપર કીર્તિકુમાર સરદારભાઈ ચૂડીને ટિકિટ અપાઇ હતી. કોંગ્રસે તા.પં.ના પૂર્વ સદસ્યને ટિકિટ આપી, એક મહિલા રિપીટ બનાસકાંઠા જિલ્લા પંચાયતની પાલનપુર તાલુકામાં સમાવિષ્ટ કાણોદર બેઠક ઉપર કોંગ્રેસે અગાઉ તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂકેલા નિશા ક્લબે અબાશને ટિકિટ આપી હતી. જ્યારે ચડોતર બેઠક ઉપર પૂર્વ સદસ્યા લક્ષ્મીબેન પરથીભાઈ કરેણને રિપીટ કર્યા હતા. ચંડીસર બેઠક ઉપર રેખાબેન મનહરસિંહ સોલંકી, ગઢ બેઠક ઉપર કમલેશજી ઠાકોર, જગાણા બેઠક ઉપર ખુશાલભાઈ જગાણીયા, માલણ બેઠક ઉપર ભગવતીબેન પરમાર, મલાણા બેઠક ઉપર કાંતિભાઈ માજીરાણા અને મડાણા બેઠક ઉપર વિનોદભાઈ પવાયાને ટિકિટ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    શાળાના બાળકો મતદાન જાગૃતિના દૂત બન્યા‎:બનાસકાંઠાના વિદ્યાર્થીઓએ રેલીઓ દ્વારા ‘મારો મત,મારો અધિકાર'નો સંદેશ ગુંજતો
    Next Article
    બાઇકચોર ઝડપાયા:મહેસાણાથી બે બાઇકચોર ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment