Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાળાના બાળકો મતદાન જાગૃતિના દૂત બન્યા‎:બનાસકાંઠાના વિદ્યાર્થીઓએ રેલીઓ દ્વારા ‘મારો મત,મારો અધિકાર'નો સંદેશ ગુંજતો

    21 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ અભિયાનને વધુ વેગ આપવા શાળાના વિદ્યાર્થીઓએ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા મતદાન જાગૃતિ ફેલાવી હતી. વિદ્યાર્થીનીઓએ રંગોળી અને ચિત્રો દ્વારા મારો મત, મારો અધિકાર જેવા સંદેશાઓ રજૂ કરી લોકોને મતદાનના મહત્વ વિશે પ્રેરિત કર્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી 2026 અંતર્ગત મતદાન ટકાવારીમાં વધારો થાય અને ખાસ કરીને યુવા મતદારોમાં જાગૃતિ ફેલાય તેવા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ અભિયાનને વધુ અસરકારક બનાવવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત પ્રયાસોથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લા વિવિધ તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. અને મતદાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. સ્વીપ અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ લેખન અને વક્તૃત્વ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને મતના મહત્વ વિશે માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ ઉપરાંત મારો મત, મારો અધિકારના સંદેશ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ગામોમાં જાગૃતિ રેલીઓ યોજાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ખોદકામમાં લાગેલા વાહનો પાણીમાં ગરકાવ થયા:વેડંચામાં પાળો તૂટતા લડબી નદીનું પાણી તળાવમાં ઘૂસ્યું
    Next Article
    બેઠકની ફાળવણી:મામાનું ઘર ચલાવતી યુવતીને માલણ બેઠક પર ટિકિટ આપી , ચંડીસરમાં સરપંચની પત્ની,જગાણામાં સરપંચના પુત્રને લોટરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment