Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:હવે કોલેજોએ જરૂરી સ્ટાફની ભરતી જાતે જ કરવી પડશે

    14 hours ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન 510 કોલેજોમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની 6100 જગ્યા ભરવા તાજેતરમાં મેગા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા કરાઇ હતી. તેનું પરિણામ ધાર્યા મુજબ આવ્યું નથી. ત્રણ દિવસ સુધી ચાલેલી આ કવાયતમાં રાજ્યભરમાંથી ઉમેદવારો બોલાવ્યા હોવા છતાં, લાયકાત ધરાવતા સ્ટાફની અછતને કારણે 3,000 જેટલી બેઠકો હજુ ખાલી રહી છે. આ પ્રક્રિયા દ્વારા યુનિવર્સિટીને અંદાજે 1.50 કરોડ જેટલી મસમોટી આવક થઈ છે, તેમ છતાં પરિણામ શૂન્ય જેવું છે. આર્ટસ અને સાયન્સમાં તો માત્ર 50 ટકા જ સ્ટાફ મળી શક્યો છે. આ સ્થિતિ વચ્ચે યુનિવર્સિટીએ 10 એપ્રિલે પરિપત્ર જાહેર કરીને સ્ટાફ ભરવાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી ખાલી બેઠકો ભરવા કોલેજો પર જવાબદારી ઢોળી દીધી છે. રજીસ્ટ્રારના આદેશ મુજબ, હવે યુનિવર્સિટી ફરીથી કોઈ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા કરશે નહીં અને કોલેજોએ પોતાની જરૂરિયાત મુજબનો સ્ટાફ જાતે જ ફરજિયાત ભરવો પડશે. આ બાબતે યુનિવર્સિટીએ ઇન્ટરવ્યૂ કર્યા છતાં સ્ટાફ ના મળ્યો. લાયકાતના નિયમો હળવા કરાય તો ઉમેદવારો મળી શકે છે તેમ કોલેજ સંચાલકોનું કહેવું છે. કોલેજો લાયકાતી ઉમેદવારોને નીચું પગાર ધોરણ આપતાં ભરતીમાં આવતા જ નથી જવાબ : આ સમસ્યા પાછળ બે મુખ્ય કારણો છે. પ્રથમ, UGCના કડક નિયમો મુજબ NET, SLET કે Ph.D. ફરજિયાત છે, જેની સામે ઉમેદવારોની સંખ્યા ઓછી છે. બીજું, કોલેજોમાં અપા તો ઓછો પગાર. લાયક ઉમેદવારો કોલેજ કરતા ખાનગી શાળાઓ કે અન્ય સરકારી નોકરીઓ પસંદ કરી રહ્યા છે. વળી, ઘણીવાર કોલેજ સંચાલકો પોતાના માનીતા માણસોને ગોઠવવા માટે લાયક ઉમેદવારોને હાજર થવા દેતા નથી તેવી વાસ્તવિકતા પણ સામે આવી છે. જેથી કોલેજોમાં સ્ટાફ ખાલી પડ્યો છે.> પૂર્વ ઇન્ચાર્જ રજીસ્ટ્રાર , HNGU, પાટણ શિક્ષણવિદોનું સૂચન શિક્ષણવિદ સૂચવે છે કે યુનિવર્સિટીએ પક્ષપાત વિના તમામ કોલેજો પર સમાન મોનીટરીંગ કરવું જોઈએ. જે વિષયોમાં નિષ્ણાતો નથી મળતા, ત્યાં સરકારી મેડિકલ કોલેજની જેમ માસ્ટર ડિગ્રી કે Ph.D. ચાલુ હોય તેવા ઉમેદવારોને છૂટછાટ આપવી જોઈએ.સાથે પ્રિન્સિપાલ સહિતની અધ્યાપકોની ભરતીમાં અનુભવ પણ થોડો ઘટાડવો જોઈએ. સામે શૈક્ષણિક લાયકાત મુજબ તેને યોગ્ય પગાર મળે તે પણ નિર્ધારિત કરવો જોઈએ.તો અવશ્ય સ્ટાફની ભરતી થશે. નવા વર્ષે પુનઃ જોડાણ કે‎સૈદ્ધાંતિક મંજૂરી નહી‎ યુનિવર્સિટી દ્વારા આ વર્ષે LIC‎કમિટી રિપોર્ટ દરમિયાન‎ફરજિયાત સ્ટાફ ની ભરતી હોય‎તો જ તેમને પોઝિટિવ રિપોર્ટ રજૂ‎કરીને પુનઃ જોડાણ આપવામાં‎આવી રહ્યા છે. જો સ્ટાફની ભરતી‎ના કરેલી હોય તો તેમને‎પુનઃસ્થાપની ભરતી કરી બાદમાં‎lic કરાવીને જોડાણ લેવા માટે‎સૂચના છે. બીજી તરફ 170‎કોલેજોને સૈદ્ધાંતિક મંજૂરી માટે‎સ્ટાફની ભરતી કરવી જરૂરી હોય‎જો સ્ટાફની ભરતી કોલેજોમાં ના‎થાય તો યુનિ. કે સરકારમાંથી‎તેમને કોલેજ શરૂ રાખવા મંજૂરી‎મળવી મુશ્કેલ બનશે.‎
    Click here to Read More
    Previous Article
    IPL સટ્ટાનો ભાંડાફોડ:‘Royalexch’ એપ પર ઓનલાઈન સટ્ટો રમતો વિદ્યાર્થી ઝડપાયો, 30 લાખના ટ્રાન્ઝેક્શન મળ્યા
    Next Article
    સાબરમતી D-કેબિન કામગીરી માટે બ્લોક લેવાયો,3 ટ્રેનનો રૂટ બદલાયો:સાબરમતી- મહેસાણા-પાટણ રૂટની 8 પેસેન્જર ટ્રેનો 13-15 એપ્રિલ વચ્ચે રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment