Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતી D-કેબિન કામગીરી માટે બ્લોક લેવાયો,3 ટ્રેનનો રૂટ બદલાયો:સાબરમતી- મહેસાણા-પાટણ રૂટની 8 પેસેન્જર ટ્રેનો 13-15 એપ્રિલ વચ્ચે રદ

    17 hours ago

    અમદાવાદ–પાલનપુર રેલવે ખંડ પર સાબરમતી D-કેબિન ખાતે નવી વાય-કનેક્ટિવિટી માટે 14 એપ્રિલે નોન-ઇન્ટરલોકિંગ કામ હાથ ધરાતા ટ્રાફિક બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના આ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ બાદ ટ્રેનોની અવરજવર વધુ ઝડપી અને સુગમ બનશે. જોકે આ કામને કારણે સાબરમતી- મહેસાણા- પાટણ રૂટની 8 પેસેન્જર ટ્રેનો રદ કરાઇ છે. જ્યારે 2 ટ્રેનો આંશિક રદ કરવામાં આવી છે. 3 ટ્રેનોના રૂટમાં બદલાવ : શ્રીગંગાનગર-તિરુચિરા પલ્લી હમસફર એક્સપ્રેસ 13 એપ્રિલે ખોડિયાર-ચાંદલોડિયા B કેબિન-સાબરમતી A કેબિન માર્ગે દોડશે. જ્યારે 14 એપ્રિલે વડનગર-વલસાડ ઇન્ટરસિટી (20960) ખોડિયાર- ચાંદલોડિયા B કેબિન- સાબરમતી A કેબિન માર્ગે અને વલસાડ-વડનગર ઇન્ટરસિટી (20959) સાબરમતી A કેબિન-ચાંદલોડિયા B કેબિન-ખોડિયાર માર્ગે દોડશે. આ 8 ટ્રેનો રદ, 2 આંશિક રદ કરાઇ સાબરમતી-કટોસણ રોડ ટ્રેન 13 અને 14 એપ્રિલે અને કટોસણ રોડ-સાબરમતી ટ્રેન 14 અને 15 એપ્રિલે, સાબરમતી-પાટણ આ વતી અને જતી બંને ટ્રેન 14 એપ્રિલે તેમજ સાબરમતી-મહેસાણા આ વતી અને જતી ટ્રેન 14 એપ્રિલે રદ કરાઇ છે. જ્યારે સાબરમતી-જોધપુર ટ્રેન 14 એપ્રિલે સાબરમતી-આબુરોડ વચ્ચે તેમજ જોધપુર-સાબરમતી ટ્રેન 13 એપ્રિલે આબુરોડ-સાબરમતી વચ્ચે રદ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ:હવે કોલેજોએ જરૂરી સ્ટાફની ભરતી જાતે જ કરવી પડશે
    Next Article
    વેધર રિપોર્ટ:અરબસાગરના ભેજવાળા પવનથી ઉકળાટ સાથે ગરમી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment