Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL સટ્ટાનો ભાંડાફોડ:‘Royalexch’ એપ પર ઓનલાઈન સટ્ટો રમતો વિદ્યાર્થી ઝડપાયો, 30 લાખના ટ્રાન્ઝેક્શન મળ્યા

    12 hours ago

    રાજકોટમાં હાલ ચાલી રહેલી IPL 2026ની સિઝનમાં સટ્ટાબાજો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે પોલીસે પણ બુકીઓ પર લાલ આંખ કરી છે. શહેરના બજરંગવાડી વિસ્તારમાં ઓનલાઇન એપના માધ્યમથી આઇપીએલની મેચ પર હાઇટેક ક્રિકેટ સટ્ટો રમતા એક વિદ્યાર્થીને પોલીસે રંગે હાથ ઝડપી પાડી લાખો રૂપિયાના આર્થિક વ્યવહારોનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બજરંગવાડી વિસ્તારમાં આવેલા પૂજા પાર્ક-2, શેરી નં.6ના ખૂણે એક શખ્સ પોતાના મોબાઇલમાં આઇપીએલ મેચ પર સટ્ટો રમી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો અને ત્યાં ઊભેલા પાર્થ મિતેષ પોબારુ નામના યુવાનને દબોચી લીધો હતો. રૂ.30 લાખથી વધુની લેવડદેવડ, મોટા બુકીઓની સંડોવણીની આશંકા મોબાઈલ ડેટા, બેંક એકાઉન્ટ અને UPI IDની પ્રાથમિક તપાસમાં જ આશરે રૂ. 30 લાખથી વધુની મોટી રકમની લેવડદેવડના પુરાવા મળ્યા છે. પકડાયેલો યુવક પાર્થ પોબારુ હજુ અભ્યાસ કરે છે, જે દર્શાવે છે કે આજના યુવાનો કઈ રીતે શોર્ટકટથી પૈસા કમાવવાની લ્હાયમાં ઓનલાઈન સટ્ટાની લતે ચડી રહ્યા છે. હાલ પોલીસે મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલો યુવક આ સટ્ટાનું ‘કટિંગ’ ક્યા મોટા બુકી પાસે કરાવતો હતો અને આ વિશાળ નેટવર્કમાં શહેરના અન્ય કયા કયા માથાઓ સંડોવાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ચોરી:સિહોર ગોડાઉનમાંથી 70 હજારની કિંમતના 140 કિલો તાંબાની ચોરી
    Next Article
    ભાસ્કર બ્રેકિંગ:હવે કોલેજોએ જરૂરી સ્ટાફની ભરતી જાતે જ કરવી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment