Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ કોંગ્રેસના બે નેતાઓની અપક્ષ દાવેદારી:ટિકિટ ન મળતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિત બે મેદાનમાં

    19 hours ago

    ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. પાર્ટી દ્વારા ટિકિટ ન મળતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સમસાદ સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા છે. મળતી માહિતી મુજબ, બંને નેતાઓએ સવારે મીડિયા સમક્ષ કોંગ્રેસ સાથે જ રહેવાનું અને પાર્ટી પ્રત્યે વફાદાર રહેવાનું નિવેદન આપ્યું હતું. જોકે, દિવસના અંતે તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસે આ બેઠક માટે કુતુબુદ્દીન ઉર્ફે કરન પટેલને સત્તાવાર ટિકિટ આપી છે. આના કારણે ટિકિટથી વંચિત રહેલા દાવેદારોમાં નારાજગી ફાટી નીકળી હોવાનું મનાય છે. અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પણ સમસાદ સૈયદે પોતે કોંગ્રેસના જ સૈનિક હોવાનો દાવો કર્યો હતો. આ નિવેદનથી રાજકીય ગૂંચવણ વધુ વધી છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સમસાદ સૈયદ મીડિયા સાથે વાતચીત દરમિયાન સવાલોથી બચતા નજરે પડ્યા હતા. ફોર્મ ભર્યું હોવા છતાં તેઓ કોંગ્રેસના કાર્યકર અને સભ્ય હોવાનું રટણ કરી રહ્યા હતા, જેનાથી અનેક પ્રકારની અટકળો શરૂ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    ફોર્મ ભરવા સમયે કોંગ્રેસ ઉમેદવારના પતિને હરિયાણા પોલીસ ઉઠાવી ગઈ:પત્નીએ કહ્યું-હું અહીં જ આત્મહત્યા કરી આમનું નામ આપી દઈશ, ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ
    Next Article
    છેલ્લી ઘડીએ મનપાના વોર્ડ-7માં ભાજપે ઉમેદવાર બદલ્યા:શૈલેષ જાનીના બદલે નેહલ શુક્લ ચૂંટણી લડશે, તો જિલ્લા પંચાયતની કોટડાસાંગાણી બેઠકથી અર્જૂન ખાટરિયા ઉમેદવાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment