Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોર્મ ભરવા સમયે કોંગ્રેસ ઉમેદવારના પતિને હરિયાણા પોલીસ ઉઠાવી ગઈ:પત્નીએ કહ્યું-હું અહીં જ આત્મહત્યા કરી આમનું નામ આપી દઈશ, ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ધરપકડ

    23 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ગતરોજ યાદી જાહેર થયા બાદ આજે તમામ ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે પોતાના કાર્યકરો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યાં છે. કેટલાક નેતાઓમાં ટિકિટને લઈને નારાજગી પણ જોવા મળી રહી છે. વોર્ડ નંબર 1માં રાગ મછારનું નામ મતદાર યાદીમાં ન હોવાથી ભાજપે અંતિમ સમયે નામ બદલ્યું છે. વોર્ડ 16માંથી આવતા ભૂરસિંગભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ભાજપ પોતાના ઉમેદવારનું નામ મતદાર યાદીમાં છે કે કેમ તે જોવાનું ચૂક્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ છે અને 53 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. ટિકિટની ફાળવણી બાદ અનેક વોર્ડમાં વિવાદ જોવા મળ્યો હતો, ત્યારે ઉમેદવારી પત્ર ભરવાની સાથે સાથે ભાજપે અનેક વોર્ડમાં ડેમેજ કંટ્રોલ પણ કરવું પડશે. હાઈકમાન્ડ સસ્પેન્ડ કરશે તો પણ વિચારધારા ભાજપની રહેશે: નયના પરમાર સોશયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને ભાજપે ટિકિટ આપતા પક્ષથી નારાજ નયના પરમારે પોર બેઠકથી અપક્ષ ઉમેદવારી કરી છે. ભાજપનો જ ખેસ પહેરીની અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યાં હતાં. નયના પરમારે નિવેદન આપતા જણાવ્યું કે, હું ભાજપ નહિ, અંકિતા પરમારથી નારાજ છૂં. અંકિતા પરમાર કહે છે નયના પરમાર બહેન છે, પણ મને એકવાર પણ ફોન કર્યો નથી. હું જીતીને ફરી ભાજપમાં જ જઈશ. હાઈકમાન્ડ સસ્પેન્ડ કરશે તો પણ વિચારધારા ભાજપની રહેશે. અંકિતા પરમાર સંગઠનમાં હતા તો કેમ ઉમેદવારી કરી? કોંગ્રેસે હરીશ પટેલની ટિકિટ કાપી કેટલાક વોર્ડમાં બળવો થવાની શક્યતાઓ જોઈ બેઠેલા કોંગ્રેસે કાલે સાંજથી કેટલાકને ફોન કરીને માહિતી આપી હતી. જો કે મોડી રાત સુધી યાદી જાહેર કરવામાં આવી ન હતી. કોંગ્રેસે મધરાતે યાદી જાહેર કરી હતી. વડોદરા મહાનગરમાં ગત ટર્મમાં વોર્ડ 1માં જીતેલા ઉમેદવાર હરીશ પટેલને કાપવામાં આવ્યા છે. તો જહાં ભરવાડના પત્નીને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ 1માં બંને મહિલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. ચમચાગીરી કરીને ટિકિટ જોઈતી નથીઃ હરીશ પટેલ વોર્ડ નંબર 1ના પૂવ કોંગ્રેસ કોર્પોરેટર અને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર હરીશ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે ગઈકાલે રાત્રે સાડા બાર-એક વાગ્યે લિસ્ટ આવ્યું, તે જોઈને બધા અચંબો પામી ગયા હતા. આખા ગુજરાતની અંદર કોઈપણ પાર્ટીએ બે પુરુષ, બે મહિલાની જ પસંદગી કરી હોય. પણ જીતેલો અમારો વોર્ડ છે, અહીં આગળ અમારા 20 છાણીના બૂથ છે, પ્રભુત્વ અમારું સારું છે, તેમ છતાં ત્રણ મહિલાઓની નામ ડિકલેર થતા બધા લોકો આશ્ચર્ય પામી ગયા. પણ અમારું મન મક્કમ છે, પાંચ વર્ષ ચૂંટણી જીત્યા એની પહેલા પણ પૂર હોય કે કોરોના હોય અમે સખત મહેનત કરી છે. પાંચ વર્ષ પણ લોકોના વચ્ચે રહેલા છે અને અમે નક્કી કરેલું છે કે, અપક્ષમાં લડવાના છીએ અને એ ડિસિઝન અમારું ફાઇનલ છે. ‘આ પાછળ કાપવામાં મુકુલ વાસનિકનો હાથ’ ટિકિટ કપાવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, ટિકિટ કાપવામાં મુકુલ વાસનિકનો હાથ છે. વોર્ડ 1ના નેતાઓ ઝભ્ભા અને એમની ચમચાગીરી કરે છે, એટલે એમના આદેશથી અમારી ટિકિટ કપાઈ છે. એવું અમિતભાઈ ચાવડાએ કીધું છે કે, મુકુલ વાસનિકના કહેવાથી આ બધું કરવામાં આવ્યું. પણ અમે ઝભ્ભા પકડવા વાળા કે ચમચાગીરી કરવા વાળા અમે છે નહીં. અમે પબ્લિકનું કામ કરવા વાળા છે, મહેનત કરવા વાળા છે. ચમચાગીરી કરીને ટિકિટ અમને એવી રીતના જોઈતી નથી.
    Click here to Read More
    Previous Article
    ચારધામમાં દરેક પળે યાત્રાળુઓનું લોકેશન ટ્રેક થશે:અમરનાથની જેમ રેડિયો ફ્રીક્વન્સી સિસ્ટમ લાગુ થશે; સંકટ સમયે રેસ્ક્યૂ સરળ બનશે
    Next Article
    ભરૂચ કોંગ્રેસના બે નેતાઓની અપક્ષ દાવેદારી:ટિકિટ ન મળતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિત બે મેદાનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment