Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢોલ-નગારા સાથે રેલી કાઢી ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા:અમદાવાદ, વડોદરા, સુરતમાં ધમધમાટ; કોંગ્રેસ અમદાવાદમાં ઉમેદવારોને સીધા મેન્ડેટ આપશે

    18 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે (11 એપ્રિલ) છેલ્લો દિવસ છે. ત્યારે સરકારી કચેરીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે સવારે 10 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ઉમેદવારો ઢોલ-નગારા સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પહેલી યાદી જાહેર થયા બાદ બીજી યાદીમાં બે વોર્ડમાં નામ બદલવામાં આવ્યા છે. 48 વોર્ડમાંથી માત્ર 34 વોર્ડમાં જ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. વિવાદિત 14 વોર્ડના ઉમેદવારના નામની યાદી હજુ પણ જાહેર કરવામાં આવી નથી. દરિયાપુર, નિકોલ, વિરાટનગર, બાપુનગર, સરસપુર, જમાલપુર, વાસણા, સરખેજ, મકતમપુરા, બહેરાપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, રામોલ વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. આજે આ તમામ બેઠક પર ઉમેદવારોને સીધા મેન્ડેટ ફાળવી દેવામાં આવશે. ધારાસભ્યોના લોબિંગ અને સ્થાનિક સ્તરે વિરોધના નામની અંતિમ ઘડી સુધી નામની યાદી જાહેર કરવામાં આવી નથી. 15 મનપા સહિત પાલિકા-પંચાયતના ભાજપના 9500 ઉમેદવાર જાહેર, ધૂરંધરો સહિત 80 ટકાના પત્તા કપાયા, જુઓ લિસ્ટ
    Click here to Read More
    Previous Article
    આસામના એક પોલિંગ બૂથ પર આજે ફરીથી મતદાન:બંગાળમાં મોદીની 3 રેલીઓ; પીએમ મુર્શિદાબાદ હિંસામાં પીડિત પરિવારને પણ મળશે
    Next Article
    જામનગર: પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમ ભાજપ છોડી BSPમાં જોડાયા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હડકંપ, વોર્ડ 4માં ચતુષ્કોણીય જંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment