Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર: પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમ ભાજપ છોડી BSPમાં જોડાયા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હડકંપ, વોર્ડ 4માં ચતુષ્કોણીય જંગ

    14 hours ago

    જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ગરમાવો વધી રહ્યો છે. આ દરમિયાન જામનગર મહાનગરપાલિકાના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પૂર્વે જ પક્ષમાં ભંગાણ સર્જાયું છે. વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમે ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે બહુજન સમાજ પાર્ટી (BSP)નો ખેસ ધારણ કરી લીધો છે. કેશુભાઈ માડમ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપના સૌથી સક્ષમ અને મજબૂત ચહેરા તરીકે જાણીતા હતા. તેઓ સતત છેલ્લી ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવતા હતા, જે તેમની વિસ્તાર પરની મજબૂત પકડ અને લોકપ્રિયતા દર્શાવે છે. ભાજપના આ ગઢ ગણાતા વિસ્તારમાં કેશુભાઈનું પક્ષ છોડવું એ આગામી ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટિકિટ વિતરણ પૂર્વે આંતરિક અસંતોષ અથવા નવા રાજકીય સમીકરણોને પગલે કેશુભાઈએ આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. તેમના BSPમાં જોડાવાથી હવે વોર્ડ નંબર 4ની બેઠક પર રસાકસી જામશે. કેશુભાઈ માડમના BSPમાં પ્રવેશ સાથે જ જામનગરના વોર્ડ નંબર 4માં ચૂંટણી જંગ હવે વધુ રોમાંચક બન્યો છે. અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ જોવા મળતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. હવે ભાજપ પોતાનો ગઢ સાચવવા માટે નવા ચહેરા પર દાવ લગાવી શકે છે. કોંગ્રેસ ભાજપના આંતરિક વિખવાદનો લાભ લેવા પ્રયત્ન કરશે. આમ આદમી પાર્ટી (AAP) ત્રીજા વિકલ્પ તરીકે મેદાનમાં છે, જ્યારે BSP કેશુભાઈ જેવા અનુભવી ચહેરા સાથે મજબૂત પદાર્પણ કરવા સજ્જ છે. જામનગરના રાજકારણમાં માડમ પરિવારનો દબદબો રહ્યો છે. ત્યારે કેશુભાઈનું ભાજપ છોડવું એ માત્ર એક વ્યક્તિનો પક્ષ પલટો નથી, પરંતુ વોર્ડ નંબર 4ના મતોના ગણિતમાં મોટો ઉલટફેર લાવી શકે છે. આગામી દિવસોમાં આ પક્ષ પલટાની અસર અન્ય વોર્ડ પર કેવી પડે છે તે જોવું રસપ્રદ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ઢોલ-નગારા સાથે રેલી કાઢી ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા:અમદાવાદ, વડોદરા, સુરતમાં ધમધમાટ; કોંગ્રેસ અમદાવાદમાં ઉમેદવારોને સીધા મેન્ડેટ આપશે
    Next Article
    વાપીમાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ:વડોદરાના મુખ્ય આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment