Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીયોદરથી ભાગેલા સગીર પ્રેમીપંખીડા ઝડપાયા:સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી પોલીસે કબજો સંભાળ્યો

    11 hours ago

    સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક સગીર પ્રેમીપંખીડાને રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ વાવ-થરાદ જિલ્લાના એક ગામમાંથી ઘરેથી ભાગીને આવ્યા હતા. સુરેન્દ્રનગર રેલવે પોલીસે દિયોદર પોલીસને જાણ કરતા, દિયોદર પોલીસે આવી બંનેનો કબજો સંભાળ્યો હતો. સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકના પીઆઈ એચ.કે. શ્રીમાળીની સૂચનાથી પીએસઆઈ સી.પી. બાવળીયા, દીગપાલસિંહ, રસિકભાઈ અને શક્તિસિંહ સહિતનો સ્ટાફ રેલવે સ્ટેશન પર રાત્રિ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન રેલવે સ્ટેશન પરથી એક સગીર અને એક સગીરા મળી આવ્યા હતા. પોલીસ મથકે લાવી બંનેની પૂછપરછ કરતા, તેઓએ જણાવ્યું કે તેઓ વાવ-થરાદ જિલ્લાના એક ગામમાંથી ઘરેથી ભાગીને નીકળી ગયા હતા. રેલવે પોલીસે દિયોદર પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે સગીરાના પરિવારજનોએ આ અંગે પોક્સોની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આથી, દિયોદર પોલીસ સુરેન્દ્રનગર આવી હતી અને ભોગ બનનાર સગીરા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપીનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈરાનથી 71 સભ્યોનું ડેલિગેશન પાકિસ્તાન પહોંચ્યું:થોડીવારમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પણ પહોંચશે, ટ્રમ્પની ધમકી- ઈરાન એટલે જીવતું છે જેથી વાતચીત કરી શકે
    Next Article
    વડોદરા વોર્ડ 5માં AAP ઉમેદવારોએ ફોર્મ ભર્યા:શહેર ઉપ-પ્રમુખ ભાવેશ આર્ય સહિત 4 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment