Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા વોર્ડ 5માં AAP ઉમેદવારોએ ફોર્મ ભર્યા:શહેર ઉપ-પ્રમુખ ભાવેશ આર્ય સહિત 4 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

    9 hours ago

    વડોદરા શહેરના વોર્ડ નંબર ૫માં આમ આદમી પાર્ટીની ચૂંટણી સક્રિયતા તેજ બની છે. શહેર ઉપ-પ્રમુખ અને વાડી શહેર વિધાનસભા પ્રભારી ભાવેશ આર્ય સહિત ચાર ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાવેશ આર્ય ઉપરાંત, જીગ્નેશ મોચી, પદમાબેન રાઠોડ અને કૈલાશબેન બારોટે પણ વોર્ડ નંબર ૫માંથી ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર પાંચના વોર્ડ પ્રભારી પ્રકાશ બારોટ, વોર્ડ નંબર ચારના ઉમેદવાર રજનીકાંત પરમાર, એડવોકેટ સંજય શર્મા, વોર્ડ નંબર છના ઉમેદવાર અનુપ ચતુર્વેદી અને હુસેન મુલતાની સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાવેશ આર્યએ જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા મળેલા મેન્ડેટ પર ખરા ઉતરવા તેઓ પ્રતિબદ્ધ છે. તેમણે ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન દરમિયાન ગટર વ્યવસ્થા, કચરાની સમસ્યા અને ખરાબ રસ્તાઓ જેવી અનેક મૂળભૂત સમસ્યાઓ સામે આવી હોવાનું જણાવ્યું. પાણીની સમસ્યા અંગે તેમણે કહ્યું કે વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી અને જરૂરિયાત મુજબ પૂરતું પાણી પણ ઉપલબ્ધ નથી. ઉપરાંત, વરસાદી સમયમાં ગટર અને ડ્રેનેજની સમસ્યાને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. આર્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જીત મળ્યા બાદ વોર્ડ નંબર ૫માં મૂળભૂત સુવિધાઓમાં સુધારો કરી પ્રજાલક્ષી વિકાસ કાર્યો કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દીયોદરથી ભાગેલા સગીર પ્રેમીપંખીડા ઝડપાયા:સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી પોલીસે કબજો સંભાળ્યો
    Next Article
    ‘Every central agency sold out like in Chaitra sale’: Mamata hits out at BJP over voters’ name deletion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment