Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ભાજપ દ્વારા ઉમેદવારો સાથે બેઠક યોજાઈ:ચૂંટણીલક્ષી આયોજન અને માર્ગદર્શન અપાયું

    2 days ago

    આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ્' ખાતે ભારતીય જનતા પાર્ટીના જાહેર થયેલા ઉમેદવારો સાથે એક આયોજનબદ્ધ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન સંગઠનના હોદ્દેદારો, આગેવાનો અને ઉમેદવારો વચ્ચે ચૂંટણીલક્ષી તૈયારીઓ, પ્રચારની દિશા, બૂથ સ્તરની કામગીરી અને મતદારો સુધી અસરકારક રીતે પહોંચવા અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યમાં સંકલન અને સમયબદ્ધ આયોજન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. આ બેઠક ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, સુરેન્દ્રનગર મહાનગર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ, જયભાઈ શાહ, આગેવાન રાકેશભાઈ ખાંડલા, વાય.બી. રાણા, ભાસ્કરભાઈ દવે, દીપસંગ ડોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત આગેવાનો દ્વારા પોતાના વિચારો રજૂ કરી ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પાર પાડવા માટે મહાનગરપાલિકાના ઉમેદવારોને સૂચનો આપવામાં આવ્યા. ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચાર સંહિતાનું પાલન, મતદારો સાથે સંવાદ જાળવવો અને સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જેવી મહત્વની સૂચનાઓ અપાઈ. બેઠક દરમિયાન કોંગ્રેસના કેટલાક પ્રદેશ સ્તરના નેતાઓ ભાજપમાં જોડાયા હોવાની માહિતી પણ આપવામાં આવી, જેના કારણે સ્થાનિક રાજકીય પરિસ્થિતિમાં હલચલ જોવા મળી રહી છે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્તરે સુમેળ સાધી આયોજનબદ્ધ રીતે ચૂંટણી કામગીરી આગળ વધારવાનો રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વાપી મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર:રાજકોટ જિલ્લાની 11 તા.પં.નું ભાજપના ઉમેદવારોનું લિસ્ટ વાઈરલ, જુઓ અત્યાર સુધીમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારોનું લિસ્ટ
    Next Article
    બોટાદમાં વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે કેમ્પ યોજાયો:શ્રી વરિયાદેવી મંદિરે સર્વરોગ નિદાન અને સારવાર અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment