Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવાલ ધરાશાયી થતા 11 મહિનાના માસૂમનું મોત:આઈવા ચાલકે હાઇડ્રોલીક નીચે કર્યા વિના ટ્રક દોડાવતા વીજ વાયર ખેંચાયો, ગાંધીનગરના જાણીતા બિલ્ડરની સાઈટ પર ગંભીર લાપરવાહી

    10 hours ago

    ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાયપુર ગામની સીમમાં એક કાળજું કંપાવી દે તેવી ગોઝારી ઘટના સામે આવી છે. શિવાલય બંગ્લોઝની કન્સ્ટ્રક્શન સાઇડ પર આઇવા ટ્રકના ચાલકની ગંભીર લાપરવાહીના કારણે એક 11 મહિનાના નિર્દોષ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે તેની માતાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક બાળકના પિતાની ડભોડા પોલીસમાં ફરિયાદ મૂળ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પાલીવેલા ગામના વતની અને હાલ રાયપુર ગામની સીમમાં શિવાલય બંગ્લોઝની સાઇડ પર મજૂરી કામ કરતા શૈલેષભાઇ સોમાભાઇ ડામોરે આ મામલે ડભોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગઇકાલે 15 જૂનના રોજ સાંજના આશરે પાંચ વાગ્યાની આસપાસ શૈલેષભાઇ અને અન્ય મજૂરો સાઇડ પર કામ કરી રહ્યા હતા. ટ્રોલી નીચે કર્યા વગર જ ટ્રક દોડાવતા વીજ વાયર ખેંચાયો તે સમયે રેતી ભરીને એક આઇવા ટ્રક (GJ-18-AZ-7806) ત્યાં રેતી ખાલી કરવા માટે આવ્યો હતો. આઇવાના ચાલકે ટ્રોલીને હાઇડ્રોલીકથી ઊંચી કરીને રેતી તો ખાલી કરી દીધી હતી, પરંતુ ત્યારબાદ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના ટ્રોલી નીચે કર્યા વગર જ ટ્રક આગળ દોડાવી દીધો હતો. કન્સ્ટ્રક્શન સાઇડ પર મજૂરો જે મકાનમાં રહેતા હતા તેની સાથે પ્રથમ માળની દીવાલથી એક વીજ વાયર પસાર થતો હતો. વાયર ખેંચાતા મકાનની દીવાલ તૂટી પડી હતી આઇવાની ટ્રોલી ઊંચી હોવાના કારણે આ વાયર ટ્રોલીના હાઇડ્રોલીક ભાગમાં ભરાઈ ગયો અને જોરદાર ઝટકા સાથે ખેંચાયો હતો. વાયર ખેંચાવાના કારણે મકાનની પાકી દીવાલ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. એ જ સમયે શૈલેષભાઇના પત્ની ધર્મિષ્ઠાબેન તેમના 11 મહિનાના માસૂમ દીકરા માનવને તેડીને ઘરમાંથી બહાર નીકળી રહ્યા હતા. અને કાળ બનીને તૂટી પડેલી દીવાલ સીધી આ માતા-પુત્ર પર પડી હતી. દીવાલના કાટમાળ નીચે માતા-પુત્ર દબાઈ ગયા બંને દીવાલના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. બાદમાં શૈલેષભાઇએ તાત્કાલિક તેમના સાઇડના શેઠ પંકજ પટેલને ફોન કરીને જાણ કરતા તેઓ પોતાની ગાડી લઈને દોડી આવ્યા હતા. અને લોહીલુહાણ હાલતમાં ધર્મિષ્ઠાબેન અને માનવને તાત્કાલિક અમદાવાદના નરોડા ખાતે આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ધર્મિષ્ઠાબેનને ગંભીર ઇજાઓ હોવાથી ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી પ્રાથમિક સારવાર શરૂ કરાઈ હતી. ટૂંકી સારવાર દરમિયાન 11 માસના બાળકનું મોત જ્યારે માસૂમ માનવની તબિયત વધુ નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ચામુંડા બ્રિજ પાસે આવેલી જીસીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 11 મહિનાના બાળકે દમ તોડી દીધો હતો. દીકરાના મોતથી શ્રમિક પરિસરમાં કરુણ આક્રંદ છવાઈ ગયો છે. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોધી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા આઇવા ચાલકને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોજશોખ માટે પૈસાની જરૂરિયાતે નકલી પોલીસ બનાવ્યા:રાજકોટમાં રૂ.50 હજારની ખંડણી માંગવાના ગુનામાં 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી
    Next Article
    વડનગર પંથકમાં દેશી દારૂ સામે SMCની મોટી કાર્યવાહી:4 સ્થળે દરોડા પાડ્યા, 22 સામે ફરિયાદ દાખલ, 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment