Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગર પંથકમાં દેશી દારૂ સામે SMCની મોટી કાર્યવાહી:4 સ્થળે દરોડા પાડ્યા, 22 સામે ફરિયાદ દાખલ, 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    વડનગર પંથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દેશી દારૂના અડ્ડાઓ પર આક્રમક કાર્યવાહી હાથ ધરી અલગ-અલગ ચાર સ્થળોએ મોટા દરોડા પાડ્યા છે. પોલીસની આ રેઇડ દરમિયાન સુલ્તાનપુરા, વલાસના તેમજ વડનગરના વિવિધ વિસ્તારોમાંથી મોટી માત્રામાં દેશી દારૂ, હજારો લીટર દારૂ બનાવવાનો કાચો વોશ, એક મારુતિ શિફ્ટ ગાડી, એક્ટિવા, ઇલેક્ટ્રિક મોટરો, સડેલો ગોળ અને ભઠ્ઠીના સાધનો મળી ₹ 7,10,000 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન સામેલ ભલાજી ઠાકોર, અમરતજી ઠાકોર, ભરતજી ઠાકોર અને પ્રહલાદજી ઠાકોર સહિતના મુખ્ય આરોપીઓ તેમજ વિસનગરના શિવ શક્તિ ટ્રેડર્સના માલિક સહિત 22 ઈસમો સામે વડનગર પોલીસ મથકે ચાર અલગ-અલગ ફરિયાદો નોંધાવવામાં આવી છે. જેમાંથી કેટલાક આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય સાગરીતોને ઝડપી પાડવા સ્થાનિક પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સુલ્તાનપુરા અને પીછોડમાં દરોડો SMCની ટીમે સુલ્તાનપુરાના જીવાપુરા અને ઇડરના ફીછોડ ગામે સંયુક્ત કાર્યવાહી કરીને રૂ. 1,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પરથી 550 લીટર દેશી દારૂ (કિંમત રૂ. 1,10,000) તેમજ 4 પ્લાસ્ટિકના પીપડા (કિંમત રૂ. 2,000) અને દારૂ માપવાના સાધનો કબ્જે કર્યા છે. આ કેસમાં એક આરોપી ભલાજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર થઈ ગયા છે. સુભાષ ઠાકોર, રમણ ઠાકોર, ડાહ્યાજી ઠાકોર, નટુજી ઠાકોર સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. વલાસના ગામના ખેતરમાં ચાલતી ભઠ્ઠી ઝડપાઈ બીજી કાર્યવાહી વલાસના ગામે એક ખેતરમાં કરવામાં આવી હતી, જ્યાં વિસનગર ગંજ બજારના વેપારી પાસેથી સડેલો ગોળ લાવીને ગેરકાયદેસર રીતે દારૂ ગાળવાનું આખું નેટવર્ક ચાલતું હતું. પોલીસે અહીંથી એક મારુતિ શિફ્ટ ગાડી કિંમત રૂ. 2,70,000,1690 લીટર દારૂ બનાવવાનો વોશ કિંમત રૂ. 42,250, 40લીટર દેશી દારૂ, સડેલા ગોળની ભીલીઓ અને અન્ય સાધનો મળી કુલ રૂ. 3,30,650નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ત્યારે અમરતજી ઠાકોર, મથુરા પુંજા દેવીપૂજક, શિવ શક્તિ ટ્રેડર્સના માલિક વિસનગર વાળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વડનગરમાં ભઠ્ઠીના સાધનો સાથે 5 શખસો પકડાયા ત્રીજા દરોડામાં વડનગર પંથકમાં આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર ભઠ્ઠી ચલાવતા હોવાની વિગતો બહાર આવી છે. SMC એ સ્થળ પરથી રૂ.12,000ની કિંમતનો 60 લીટર દેશી દારૂ, 1600 લીટર કાચો વોશ જેનો સ્થળ પર નાશ કરાયો મોબાઈલ ફોન અને એલ્યુમિનિયમના મોટા ડેગડા સહિત કુલ રૂ. 70,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેઇડ દરમિયાન 5 આરોપીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા, જ્યારે 2 વોન્ટેડ છે. ભરતજી ઠાકોર, સેધાજી ઠાકોર, કનુજી ઠાકોર, ભાવેશ પટેલ, વિક્રમજી ઠાકોર સામે ફરિયાદ નોંધી છે. વોન્ટેડ આરોપીઓમાં અળખાજી ઠાકોર (આશાપુરા કિરાણા સ્ટોર્સવાળા), દેશી દારૂ ખરીદનાર અજાણ્યા ઈસમો છે. દારૂનું મોટું નેટવર્ક નેસ્તનાબૂદ ચોથી કાર્યવાહીમાં વડનગર વિસ્તારમાંથી વગર પાસ-પરમિટના દેશી દારૂનું કાવતરું ઝડપાયું છે. અહીં આરોપીઓ ઇલેક્ટ્રિક સબમર્સિબલ મોટર અને ઇલેક્ટ્રિક કટર જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરતા હતા. પોલીસે રૂ. 20,400ની કિંમતનો 102 લીટર દેશી દારૂ,4600 લીટર કાચો વોશ સ્થળ પર નાશ કરેલ, કિંમત રૂ. 1,15,000 એક એક્ટિવા સ્કૂટર કિંમત રૂ. 50,000અને અન્ય લોખંડના બેરલ મળી કુલ રૂ. 1,97,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી પકડાયો છે અને 6 સાગરીતો ફરાર છે.જેમાં પ્રહલાદજી રમણજી કચરાજી ઠાકોર, વીપીનજી ઠાકોર, અળખાજી ઠાકોર, અરખાજી ઠાકોર, કનુ ધુડાભાઈ ઠાકોર, રામાજી ઠાકોર, ઠાકોર (વાવડીવાળા) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. SMCની આ આક્રમક કાર્યવાહીથી વડનગર અને આસપાસના પંથકમાં દારૂના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક પોલીસે તમામ ફરાર આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    દીવાલ ધરાશાયી થતા 11 મહિનાના માસૂમનું મોત:આઈવા ચાલકે હાઇડ્રોલીક નીચે કર્યા વિના ટ્રક દોડાવતા વીજ વાયર ખેંચાયો, ગાંધીનગરના જાણીતા બિલ્ડરની સાઈટ પર ગંભીર લાપરવાહી
    Next Article
    एमपी के खिलाड़ियों को डायरेक्ट मिलेगी पुलिस की नौकरी! सीएम मोहन यादव ने किया बड़ा बदलाव

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment