Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે કેમ્પ યોજાયો:શ્રી વરિયાદેવી મંદિરે સર્વરોગ નિદાન અને સારવાર અપાઈ

    2 days ago

    બોટાદ, 10 એપ્રિલ 2026: વિશ્વ હોમિયોપેથીક દિવસ અને પોષણ પખવાડિયા નિમિત્તે બોટાદના શ્રી વરિયાદેવી મંદિર, ચકલા ગેટ ખાતે સર્વરોગ હોમિયોપેથીક-આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ નિયામક આયુષ કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ, સામાજિક અગ્રણી મયૂરસિંહ જશુભા ભાટીના સહયોગથી યોજાયો હતો.કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય હોમિયોપેથીક પદ્ધતિનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો. આ પ્રસંગે પોષણયુક્ત આહાર, હોમિયોપેથી અને આયુર્વેદ પદ્ધતિ તેમજ તેની ઉપયોગીતા વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ હોમિયોપેથી પ્રદર્શનનો લાભ લીધો હતો. કેમ્પમાં પોષણ પત્રિકા, યોગ બુક અને કેલેન્ડરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને વરિયાદેવી મંદિર ટેમ્પલ બોર્ડના તમામ ટ્રસ્ટીઓ, પંકજભાઈ ઝાંઝરુકિયા, ધર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ જોટાણીયા, દિલીપભાઈ ભલગામીયા, પ્રકાશભાઈ ભીમાણી અને અન્ય અગ્રણી મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.આ નિઃશુલ્ક સારવાર કેમ્પમાં કુલ 715 વ્યક્તિઓએ લાભ લીધો હતો. જેમાં હોમિયોપેથીક-આયુર્વેદ સારવારના 290 લાભાર્થીઓ, યોગના 75 લાભાર્થીઓ, પોષણ માર્ગદર્શનના 120 લાભાર્થીઓ અને ચાર્ટ પ્રદર્શનના 230 લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર ભાજપ દ્વારા ઉમેદવારો સાથે બેઠક યોજાઈ:ચૂંટણીલક્ષી આયોજન અને માર્ગદર્શન અપાયું
    Next Article
    ધાર્મિક માલવીયાની 'સરપ્રાઈઝ' એક્ઝિટ:ફોર્મ ભર્યું છતાં ચૂંટણી નહીં લડે, ભાજપના આ માસ્ટર પ્લાનથી પાટીદાર મત વિસ્તારોમાં વિપક્ષો ક્લીન બોલ્ડ થશે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment