Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપની યાદી જાહેર ન થતા ઉમેદવારી કેન્દ્રો પર સન્નાટો:અંતિમ દિવસે ફોર્મ ભરવા ‘સુનામી’ જેવી ભીડની શક્યતા

    2 days ago

    વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 માટે રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં અત્યાર સુધી ભારે નીરસતા જોવા મળી છે. ભાજપ દ્વારા ગુરુવાર સાંજ સુધી ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર ન થતા તેની સીધી અસર ફોર્મ ભરવાની પ્રક્રિયા પર પડી છે. જિલ્લાની કુલ 266 બેઠકો પર અત્યાર સુધીમાં માત્ર જૂજ ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામો પર હજુ પણ સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું છે. આ કારણે વાપી મહાનગરપાલિકાની 52 બેઠકો પૈકી માત્ર 6 ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે માત્ર 12 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. ઉમરગામ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો હોવા છતાં અત્યાર સુધી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ભાજપની યાદીની રાહ જોઈને 'વેટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. કોંગ્રેસે વાપી મહાનગરપાલિકા માટે 32 ઉમેદવારોના નામ ફાઇનલ કરી લીધા છે, પરંતુ તેની જાહેરાત કરવામાં આવી નથી. અત્યાર સુધી માત્ર 2 જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. શુક્રવારે કોંગ્રેસ વધુ 30 ઉમેદવારોના ફોર્મ ભરાવે તેવી શક્યતા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જીતુ દેસાઈએ દાવો કર્યો છે કે તેમની 20 ઉમેદવારોની યાદી તૈયાર છે અને બાકી રહેલા 18 ઉમેદવારો આજે ફોર્મ ભરશે. જિલ્લાની 6 તાલુકા પંચાયતની કુલ 150 બેઠકો પર ગુરુવાર સુધીમાં માત્ર 33 ફોર્મ ભરાયા છે. વલસાડમાં 32 બેઠક પર 4 ઉમેદવાર, ધરમપુરમાં 24 બેઠક પર 3 ઉમેદવાર, કપરાડામાં 22 બેઠક પર 5 ઉમેદવાર, નાનાપોંઢામાં 20 બેઠક પર 12 ઉમેદવાર, ઉમરગામમાં 30 બેઠક પર 6 ઉમેદવાર અને પારડીમાં 22 બેઠક પર 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી મનપા ચૂંટણી: 52 બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી:પ્રદેશની જાહેરાત પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
    Next Article
    ચોટીલામાં ચૂંટણીલક્ષી પ્રથમ તાલીમ કાર્યક્રમ યોજાયો:પ્રિસાઇડીંગ, પોલીંગ ઓફિસરોને ચૂંટણી પ્રક્રિયાનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment