Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે હિન્દુ સંગઠનોની ઝુંબેશ:આવેદનપત્રમાં મેયર સહિત તમામ 52 ચૂંટાયેલા સભ્યોની સહી અને સંમતિ મેળવી

    13 hours ago

    મોરબી શહેરમાં ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા એક સપ્તાહથી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે હિન્દુ સંગઠનના આગેવાનો મોરબી મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા. તેમણે મેયર સહિત તમામ 52 ચૂંટાયેલા સભ્યોની કતલખાના બંધ કરાવવા અંગેના આવેદનપત્ર પર સહી અને સંમતિ મેળવી હતી. મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ખાટકીવાસ અને મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે, જ્યાં માંસ, મચ્છી અને મટનનું વેચાણ પણ થાય છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે અગાઉ પણ આવેદનપત્રો આપી રજૂઆતો કરવામાં આવી હતી. આજે વિશ્વ હિન્દુ પરિષદના કમલેશ બોરીચા સહિતના આગેવાનોએ મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર સહિતના તમામ ચૂંટાયેલા સભ્યોની કતલખાના બંધ કરાવવા માટેના આવેદનપત્રમાં સહી સાથે સંમતિ મેળવી હતી. તમામ સભ્યોએ આ બાબતે સંમતિ દર્શાવી છે. હવે આ આવેદનપત્ર મોરબી મહાનગરપાલિકાના કમિશનરને સુપરત કરવામાં આવશે. જો કમિશનર દ્વારા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં વિરોધ પ્રદર્શન અને નગર દરવાજા ચોકમાં પૂતળા દહન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી કમલેશ બોરીચા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ બાબતે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, કતલખાના બંધ કરાવવા માટે મહાપાલિકાના તમામ સભ્યોએ સંમતિ આપી છે. આગામી સમયમાં સક્ષમ અધિકારીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણીએ માહિતી આપી હતી કે, હાલમાં શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીના દિવસે માંસ, મચ્છી, મટનનું વેચાણ અને કતલખાના બંધ રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ થાય તે માટે નોટિસો આપવામાં આવશે અને ત્યારબાદ આકરી કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સંત રવિદાસજીના કળશનું આગમન:સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત દરેક ગામ સુધી પહોંચશે પવિત્ર માટી
    Next Article
    કાયદો હાથમાં લેનારા પોલીસ માટે લાલબત્તી:માણસામાં મહિલા જજના ડ્રાઇવરના પિતાને ખાખીનો રૌફ બતાવવો ASIને ભારે પડ્યો, SPએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ સાથે સન્નાટો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment