Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાયદો હાથમાં લેનારા પોલીસ માટે લાલબત્તી:માણસામાં મહિલા જજના ડ્રાઇવરના પિતાને ખાખીનો રૌફ બતાવવો ASIને ભારે પડ્યો, SPએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ સાથે સન્નાટો

    12 hours ago

    ખાખીના નશામાં નિર્દોષ શ્રમજીવીઓ પર સત્તાનો દુરુપયોગ કરનારા પોલીસકર્મીઓ સામે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ દાખલારૂપ અને કડક કાર્યવાહી હાથ ધરી છે. ૧૫મી ઓગસ્ટે માણસામાં ચાની કિટલી ચલાવતા વયોવૃદ્ધ શ્રમજીવીને વિના વાંકે જાહેરમાં માર મારી, ગોળી મારી દેવાની ધમકી આપી લોકઅપમાં પૂરી દેવાની જીદ પકડનાર ASI દિનેશ ચૌધરીને એસપીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે. સીસીટીવી ફૂટેજના આધારે લેવાયેલા આ કડક પગલાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 15મી ઓગસ્ટે તિરંગા યાત્રા દરમિયાન બની ઘટના પ્રાપ્ત વિગતો અનુસાર 15મી ઓગસ્ટના રોજ માણસા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. માણસા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે ચાની કિટલી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક વયોવૃદ્ધ શ્રમજીવી પાસે માણસા પોલીસ મથકનો ASI દિનેશ ચૌધરી પહોંચ્યો હતો. કોઈપણ પ્રકારના વાંક-ગુના વગર ASI એ શ્રમજીવી સાથે અભદ્ર વર્તન કરી ખાખીનો રોફ જમાવ્યો હતો અને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું હતું. શ્રમજીવીને ગોળી મારી દેવાની ધમકી આપી, ઢસડીને સીધા માણસા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ASI એ ફરજ પરના પોલીસ સ્ટેશન ઓફિસર (PSO) પાસે લોકઅપની ચાવી માંગી વૃદ્ધને જેલમાં ધકેલી દેવાની જીદ કરી હતી, પરંતુ નિર્દોષ હોવાથી PSO એ તેમને જેલમાં પૂરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. મહિલા જજના ડ્રાઇવર પુત્ર મારફતે મામલો SP સમક્ષ પહોંચ્યો અન્યાયનો ભોગ બનેલા વયોવૃદ્ધ શ્રમજીવીએ સમગ્ર આપવીતી પોતાના પુત્રને જણાવી હતી, જે એક મહિલા જજના પ્રાઇવેટ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. આ ગંભીર બનાવની રજૂઆત સીધી જ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા (SP) રવિ તેજા વાસમ શેટ્ટી સમક્ષ પહોંચી હતી. એસ.પી.એ મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક સ્થળ તપાસના આદેશ આપ્યા હતા અને ઘટનાસ્થળ તેમજ પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ મંગાવ્યા હતા. CCTV ફૂટેજમાં અત્યાચાર સાબિત થતાં તાત્કાલિક સસ્પેન્શન પોલીસ વડા દ્વારા સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવતાં ASI દિનેશ ચૌધરી નિર્દોષ શ્રમજીવી પર બેફામ અત્યાચાર ગુજારતો અને કાયદો હાથમાં લેતો કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયેલો જોવા મળ્યો હતો. જિલ્લા પોલીસ વડાના આ આકરા નિર્ણયથી સંદેશ ગયો છે કે, પ્રજાના રક્ષક બનીને ભક્ષક બનનારા કે ખાખીનો દુરુપયોગ કરનારા કોઈપણ કર્મચારી સામે કડકાઈથી કામ લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે હિન્દુ સંગઠનોની ઝુંબેશ:આવેદનપત્રમાં મેયર સહિત તમામ 52 ચૂંટાયેલા સભ્યોની સહી અને સંમતિ મેળવી
    Next Article
    ખરાબ હવામાનના લીધે ત્રીજા દિવસે વહેલા સ્ટમ્પ્સ જાહેર થયા:ભારતને 178 રનની લીડ મળી, શ્રીલંકા 284 રનમાં ઓલઆઉટ; રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં 350 વિકેટ પૂરી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment