Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખરાબ હવામાનના લીધે ત્રીજા દિવસે વહેલા સ્ટમ્પ્સ જાહેર થયા:ભારતને 178 રનની લીડ મળી, શ્રીલંકા 284 રનમાં ઓલઆઉટ; રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં 350 વિકેટ પૂરી કરી

    22 hours ago

    ગૉલ ટેસ્ટના ત્રીજા દિવસે શ્રીલંકા પહેલી ઇનિંગ્સમાં 284 રન પર ઓલઆઉટ થઈ. આ સાથે જ ભારતને પહેલી ઇનિંગ્સમાં 178 રનની લીડ મળી. ભારતે પહેલી ઇનિંગ્સમાં 462 રન બનાવ્યા હતા. ખરાબ હવામાનના કારણે અમ્પાયર્સે દિવસની રમત સમયસર પહેલાં પૂરી કરી દીધી. આવતીકાલે ચોથો દિવસ 9:45 વાગ્યાથી શરૂ થશે. શ્રીલંકા તરફથી સોનલ દિનૂષાએ 100 રનની ઇનિંગ્સ રમી. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. તો બીજી તરફ, નિરોશન ડિકવેલાએ 80 રન બનાવ્યા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 146 રનની ભાગીદારી કરી. ટીમ ઈન્ડિયા તરફથી માનવ સુથારે 4 વિકેટ લીધી. રવીન્દ્ર જાડેજાને 3 વિકેટ મળી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 350 વિકેટ પણ પૂરી કરી. કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 1-1 વિકેટ લીધી. આ પહેલા ભારતે ટૉસ જીતીને બેટિંગ લીધી હતી. દેવદત્ત પડિકલે 167 રનની ઇનિંગ્સ રમી. કેએલ રાહુલે 82 અને ધ્રુવ જુરેલે 51 રન બનાવ્યા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    કાયદો હાથમાં લેનારા પોલીસ માટે લાલબત્તી:માણસામાં મહિલા જજના ડ્રાઇવરના પિતાને ખાખીનો રૌફ બતાવવો ASIને ભારે પડ્યો, SPએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ સાથે સન્નાટો
    Next Article
    બાલારામ મહાદેવ મંદિર નજીક 10 હેક્ટરમાં બનશે ‘મહા વન કવચ’:ત્રિશૂળ અને બિલીપત્ર થીમ પર નિર્માણ; 74થી વધુ મહત્વપૂર્ણ વૃક્ષ પ્રજાતિઓનું વાવેતર કરાશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment