Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં ચૂંટણીલક્ષી પ્રથમ તાલીમ કાર્યક્રમ યોજાયો:પ્રિસાઇડીંગ, પોલીંગ ઓફિસરોને ચૂંટણી પ્રક્રિયાનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું

    2 days ago

    ચોટીલા શહેરની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી વિનિયન કોલેજ ખાતે ચોટીલા નગરપાલિકા સામાન્ય ચૂંટણી – ૨૦૨૬ માટે પ્રથમ ચૂંટણીલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર-૧, પોલીંગ ઓફિસર અને મહિલા પોલીંગ ઓફિસર માટે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર, ચોટીલા, એચ. ટી. મકવાણા હાજર રહ્યા હતા. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મકવાણાએ મતદાન પ્રક્રિયા, ઇવીએમ મશીનોના ઉપયોગ, મતદારની ઓળખ પ્રક્રિયા, સીલિંગ પ્રક્રિયા અને મતદાન દરમિયાન પાલન કરવાના નિયમો અંગે વિગતવાર માહિતી આપી હતી. આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તાલીમ દરમિયાન મતદાન મથક પર ઊભી થતી વિવિધ પરિસ્થિતિઓનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. અધિકારીઓને કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિને યોગ્ય રીતે હલ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અને મતદારોને સરળતા રહે તે માટેની આવશ્યક બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાજપની યાદી જાહેર ન થતા ઉમેદવારી કેન્દ્રો પર સન્નાટો:અંતિમ દિવસે ફોર્મ ભરવા ‘સુનામી’ જેવી ભીડની શક્યતા
    Next Article
    ઉમેદવારોના નામ જાહેર થયા પહેલા ફોર્મ ભરવા તૈયારી:રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ ન હોવાનો ભાજપ અગ્રણીનો દાવો, આવતીકાલે બહુમાળી ભવન ચોક પર શક્તિ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment