Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખજોદમાં આગ લાગતી રોકવા હાઈટેક એક્શન પ્લાન:મિથેન ગેસને પરાસ્ત કરવા 'રેનેઝાઇમ' બાયોકલ્ચર અને ડ્રોનથી ફોર્મના છંટકાવ, ડીપ સીટેડ ફાયર પર કાબૂ મેળવવા તંત્ર સજ્જ

    2 days ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર 24 માર્ચના રોજ લાગેલી આગ બાદ નીકળતા સતત ધુમાડાને રોકવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરાયો છે. આગ પર કાબૂ મેળવ્યા પછી પણ કચરાના ઢગલામાં ઊંડે પ્રસરેલા ધુમાડાને નાથવા માટે તંત્રએ રેનેઝાઇમ નામના વિશેષ બાયોકલ્ચર અને ફાયર ફોર્મના છંટકાવનો 'પ્રૂફ ઓફ કોન્સેપ્ટ' ડેમો હાથ ધર્યો છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય મિથેન ગેસને બ્રેક કરી અપૂર્ણ દહનની પ્રક્રિયાને અટકાવવાનો છે. આગની ઘટના અને પ્રારંભિક કામગીરી 24 માર્ચ 2026ના રોજ બપોરે ખજોદ ખાતે સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા સંચાલિત પ્લાન્ટના RDF જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી. પવનની ગતિને કારણે આગ સેનેટરી લેન્ડફિલ સેલ સુધી પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગે અંદાજે 82 લાખ લીટર પાણીના મારા સાથે 26 માર્ચની સાંજ સુધીમાં આગ પર અંકુશ મેળવ્યો હતો. ત્યારબાદ, આગ ફરી ન ફેલાય તે માટે 18 પોકલેન અને જેસીબીની મદદથી 1500 ટન માટીનો થર કચરા પર પાથરવામાં આવ્યો હતો. ધુમાડો નીકળવાના વૈજ્ઞાનિક કારણો આગ ઓલવાઈ ગયા છતાં સાઈટ પર ધુમાડાનું સામ્રાજ્ય જળવાયેલું હોવા પાછળ નિષ્ણાતોએ ત્રણ મુખ્ય કારણો આપ્યા છે: નવીન ટેકનોલોજી અને આયોજન 8 એપ્રિલ 2026ના રોજ મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અમદાવાદના એક્સપર્ટ દ્વારા તૈયાર કરાયેલ પ્રવાહી બાયોકલ્ચરનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પ્રવાહી મિથેન ગેસની અસરને તોડવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં, ફાયર વિભાગ દ્વારા સ્પેશિયલ ફોર્મનો ઉપયોગ કરવાની અને આ તમામ દ્રવ્યોના છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની શક્યતાઓ પણ ચકાસવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે SMC દ્વારા ડ્રીમ સિટીમાં 5 લાખ લીટરની ટાંકી પર પંપની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, વધતી ગરમીને જોતા આગના તણખાને વહેલી તકે ઓળખવા માટે સમગ્ર સાઈટ પર સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પણ પ્રગતિમાં છે
    Click here to Read More
    Previous Article
    શિવાજી સર્કલ પાસેથી IPL મેચ પર સટ્ટો રમતો શખસ ઝડપાયો:પારૂલ સોસાયટીના બુકીનું નામ ખુલ્યું, DC vs GTના મેચ પર લગાવ્યો હતો દાવ
    Next Article
    આઈ.ટી. એન્જિનિયરને શેરબજારમાં રોકાણની લાલચ ભારે પડી:યુવાનને ઠગબાજોએ 1.06 કરોડના નફાની માયાજાળ બતાવી 26 લાખનો ચૂનો લગાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment