Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિવાજી સર્કલ પાસેથી IPL મેચ પર સટ્ટો રમતો શખસ ઝડપાયો:પારૂલ સોસાયટીના બુકીનું નામ ખુલ્યું, DC vs GTના મેચ પર લગાવ્યો હતો દાવ

    2 days ago

    ભાવનગર શહેરમાં હાલ ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર રમાતા સટ્ટાના નેટવર્કનો ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચ પર સોદા પાડતા એક શખસની પોલીસે અટકાયત કરી છે. ચોક્કસ બાતમીના આધારે રેઈડ લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ જ્યારે સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે, શિવાજી સર્કલથી સુભાષનગર જતા રોડ પર આવેલા મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર પાસે એક શખસ પોતાના મોબાઈલમાં વેબસાઈટ અને આઈડી મારફતે સટ્ટો રમી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી રેઈડ કરી હતી. મુકેશ ઢાપાની ધરપકડ અને મુદ્દામાલ જપ્ત રેઈડ દરમિયાન મુકેશ હિંમતભાઈ ઢાપા (રહે. મહાદેવનગર, તરસમીયા રોડ, ભાવનગર) ઓનલાઇન આઈડી પર ક્રિકેટ મેચના હારજીતના સોદા કરતા ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી: રોકડ રકમ: ₹1,100 મોબાઈલ ફોન: ₹10,000ની કિંમતનો કુલ મળીને ₹11,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પારૂલ સોસાયટીના બુકીનું નામ ખુલ્યું ઝડપાયેલા શખ્સની વધુ પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, તેને આ ક્રિકેટ સટ્ટાનું યુઝર આઈડી અને પાસવર્ડ શહેરની પારૂલ સોસાયટીમાં રહેતા કનુ આહિર નામના શખ્સે આપ્યું હતું. કનુ આહિરે ગત તા. 6 એપ્રિલના રોજ ₹30,000નું બેલેન્સ કરી વોટ્સએપ દ્વારા આઈડી પ્રોવાઈડ કર્યું હતું અને હારજીતનો હિસાબ કરવાનું નક્કી કર્યું હતું. ક્રાઈમ બ્રાંચે આ મામલે મુકેશ ઢાપા અને કનુ આહિર વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં જુગાર અટકાયતી અધિનિયમ (જુગારધારા) હેઠળ ગુનો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ નેટવર્કના અન્ય તાર શોધવા માટે કનુ આહિરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    અનંત અંબાણીનો 31મો જન્મદિવસ જામનગરમાં ઉજવાયો:રિલાયન્સ ટાઉનશીપની આસપાસના ગામોમાં ભોજન સમારંભ, રાત્રે લોક ડાયરાનું આયોજન કરાયું
    Next Article
    ખજોદમાં આગ લાગતી રોકવા હાઈટેક એક્શન પ્લાન:મિથેન ગેસને પરાસ્ત કરવા 'રેનેઝાઇમ' બાયોકલ્ચર અને ડ્રોનથી ફોર્મના છંટકાવ, ડીપ સીટેડ ફાયર પર કાબૂ મેળવવા તંત્ર સજ્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment