Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઈ.ટી. એન્જિનિયરને શેરબજારમાં રોકાણની લાલચ ભારે પડી:યુવાનને ઠગબાજોએ 1.06 કરોડના નફાની માયાજાળ બતાવી 26 લાખનો ચૂનો લગાવ્યો

    1 day ago

    સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. જેમાં હવે ઉચ્ચ શિક્ષિત વર્ગ પણ સરળતાથી શિકાર બની રહ્યો છે. ગાંધીનગર શહેરના સેક્ટર-12માં રહેતા અને પુણેની એક આઈ.ટી. કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા યુવાનને શેરબજારમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપી ઠગબાજોએ 26 લાખનો ચૂનો લગાવતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. શેરબજારમાં રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપી હતી ગાંધીનગરના સેક્ટર-12સી પ્લોટ નંબર 388/એ-2માં રહેતા અને પુણેની આઈટી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ વાલાભાઈ વાઢેર સાથે છેતરપિંડીની શરૂઆત ગત ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી. અરવિંદભાઈને અજાણ્યા શખસો દ્વારા એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. જ્યાં શેરબજારમાં રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી હતી. સાયબર ગઠિયાઓએ યુવાનનો વિશ્વાસ જીતી લીધા બાદ એક ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપમાં પ્રોફાઇલ બનાવી શેર ખરીદવા માટે લાલચ આપવામાં આવતા યુવાને ગત 2 માર્ચથી 24 માર્ચ દરમિયાન અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ 26,01,110 ટ્રાન્સફર કર્યા હતા. સાયબર ગઠિયાઓએ ટેક્સ ભરવાના બહાને વધુ પૈસાની માંગણી કરી જોકે ચોંકાવનારી બાબત એ છે કે, આ ફેક એપ્લિકેશનમાં અરવિંદભાઈને તેમના રોકાણ સામે 1 કરોડ 6 લાખ જેટલો તગડો નફો થયાનું બતાવવામાં આવતું હતું. આ આંકડો જોઈને તેમણે જ્યારે પોતાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે સાયબર ગઠિયાઓએ ટેક્સ ભરવાના બહાને વધુ પૈસાની માંગણી કરી હતી ત્યારે જઇને યુવાનને શંકા ગઈ હતી કે, પોતે કોઈ મોટી જાળમાં ફસાઈ ગયો છે. આખરે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં જ અરવિંદભાઈએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર જાણ કરી હતી. ત્યારબાદ તેણે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિધિવત લેખિત ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ખજોદમાં આગ લાગતી રોકવા હાઈટેક એક્શન પ્લાન:મિથેન ગેસને પરાસ્ત કરવા 'રેનેઝાઇમ' બાયોકલ્ચર અને ડ્રોનથી ફોર્મના છંટકાવ, ડીપ સીટેડ ફાયર પર કાબૂ મેળવવા તંત્ર સજ્જ
    Next Article
    Groom-to-be crushed to death by tractor during Bengaluru temple procession

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment