Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ સિવિલમાં ટેન્ડર કૌભાંડનો આક્ષેપ:શરતોનો ભંગ કરી માનીતી એજન્સીને લાખોનો કોન્ટ્રાક્ટ અપાયાની ચર્ચા

    16 hours ago

    અમદાવાદ સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ ફરી એકવાર વિવાદોમાં ફસાઈ છે, જેમાં હોસ્પિટલ કેમ્પસમાં કચરો અને માલ-સામાનની હેરફેર માટેના વાહનોના ટેન્ડરિંગમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ કચેરીના આદેશ અનુસાર, ગત 15 જાન્યુઆરી, 2025ના રોજ 'આશા ટ્રેડિંગ કંપની'નો જૂનો કરાર પૂરો કરી, 16 જાન્યુઆરી, 2025 થી 'રતન સેલ્સ' નામની એજન્સીને વાહનો પુરા પાડવાનો નવો ઓર્ડર આપવામાં આવ્યો છે. જોકે, આ નવા ઓર્ડર સામે ગંભીર સવાલો ઉભા થયા છે, કારણ કે આ એજન્સીને કોઈપણ જાહેર ખબર કે પેપરમાં એડવર્ટાઈઝ આપ્યા વગર સીધું જ કામ સોંપી દેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નવા કરાર મુજબ, રતન સેલ્સને 12 કલાકની કામગીરી માટે માસિક રૂ. 75,000 + GST ચૂકવવાનું નક્કી થયું છે. જ્યારે જૂના ટેન્ડરમાં 24 કલાકની સેવા માટે માત્ર 11,000 રૂપિયા જેવો નજીવો ભાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાહન સિવિલના જ કર્મીના નામે રજિસ્ટર્ડ આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, રતન સેલ્સ નામની કંપની પાસે વાહન હાયરિંગ કે ટ્રાન્સપોર્ટ સર્વિસનો કોઈ અગાઉનો અનુભવ નથી. આ કંપની મૂળભૂત રીતે ટોયલેટ રોલ, નેપકીન અને હોઝિયરી જેવી વસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલી છે. વધુમાં, એવો પણ આક્ષેપ છે કે જે વાહન (GJ 24 X 4969) ઉપયોગમાં લેવાય છે, તે સિવિલના જ વહીવટી વિભાગના એક કર્મચારીના ભાઈના નામે રજિસ્ટર્ડ છે. કંપનીના બિલમાં દર્શાવેલું અમદાવાદનું સરનામું પણ શંકા કરાવે તેવું છે, કારણ કે તેનું સત્તાવાર GST રજિસ્ટ્રેશન પુણે, મહારાષ્ટ્રનું હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી સુધી ફરિયાદ આ સમગ્ર મામલે ભ્રષ્ટાચાર હોવાની શક્યતા જણાતા હવે આ બાબતની લેખિત રજૂઆત આરોગ્ય મંત્રી સુધી પહોંચાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે, આ અંગે દિવ્ય ભાસ્કરે હેડ ક્લાર્ક કીર્તિ પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
    Click here to Read More
    Previous Article
    વાપી રેલવે સ્ટેશન પર RPFની કાર્યવાહી:'ઓપરેશન યાત્રી સુરક્ષા' હેઠળ બે મોબાઈલ ચોર પકડાયા
    Next Article
    આણંદમાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે યાત્રાનું આયોજન:મહાઆરતી અને બ્રહ્મભોજન સાથે ઉજવાશે જન્મોત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment