Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે યાત્રાનું આયોજન:મહાઆરતી અને બ્રહ્મભોજન સાથે ઉજવાશે જન્મોત્સવ

    14 hours ago

    ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે આણંદમાં બ્રહ્મ શક્તિ સેના દ્વારા પરશુરામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા આગામી ૧૯ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ યોજાશે. શહેરના તમામ સનાતની ભક્તોને આ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. યાત્રાનું પ્રસ્થાન સાંજે ૦૪:૩૦ વાગ્યે બાજખેડાવાળાની વાડી ખાતેથી થશે. આ યાત્રા શહેરના નિર્ધારિત રૂટ પર ભક્તિમય માહોલમાં ફરીને વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિર પાસે સંપન્ન થશે. યાત્રાના સમાપન સ્થળે પરશુરામ દાદાની મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક કાર્યક્રમ બાદ તમામ શ્રદ્ધાળુઓ માટે સમૂહમાં બ્રહ્મભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રહ્મ શક્તિ સેના ગુજરાતના પ્રદેશ મહિલા મંત્રી દિક્ષિતાબેન દવેએ જણાવ્યું હતું કે, આ યાત્રા સમાજની એકતા અને ભક્તિનું પ્રતીક છે. તેમણે મહાઆરતી અને પ્રસાદનો લાભ લેવા માટે બહોળી સંખ્યામાં જનમેદનીને ઉમટી પડવા અનુરોધ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ સિવિલમાં ટેન્ડર કૌભાંડનો આક્ષેપ:શરતોનો ભંગ કરી માનીતી એજન્સીને લાખોનો કોન્ટ્રાક્ટ અપાયાની ચર્ચા
    Next Article
    બોટાદની અવની ચાવડા BCCI કેમ્પ માટે પસંદ:અંડર-19 NCA કેમ્પમાં ભાગ લેનારી પ્રથમ મહિલા ક્રિકેટર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment