Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે સર્જ્યો અકસ્માત:સરપટ ગેટ પાસે ટ્રેક્ટરે સાયકલ સવારને કચડ્યા, આધેડનું મોત થતા અરેરાટી

    14 hours ago

    શહેરના સરપટ ગેટ બહાર નાગનાથ મંદિર પાસે બુધવારે સાંજે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 45 વર્ષીય આધેડનું કરૂણ મોત નીપજ્યું છે. રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે સાયકલ સવારને ટક્કર મારતા આ બનાવ બન્યો હતો. બી ડીવીઝન પોલીસ સૂત્રો અને હોસ્પિટલ ચોકીમાંથી મળતી માહિતી મુજબ, સુરલભીટ રોડ પર આવેલી મેમણ કોલોનીમાં રહેતા અબ્દુલરઉફ અબ્દુલકાદર મેમણ (ઉં.વ. 45) બુધવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં પોતાની સાયકલ લઈને રાજગોર સમાજવાડી નાગનાથ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રોંગ સાઈડ આવી રહેલા ટ્રેક્ટર નંબર GJ 12 FD 8724એ તેમને અડફેટે લીધા હતા. ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, મૃતક એક કુરિયર કંપનીમાં કામ કરીને ગુજરાન ચલાવતા હતા. આ બનાવને પગલે અરેરાટી ફેલાઈ હતી સ્થળ પર લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાલીના સાંસદની રજૂઆતને પગલે લેવાયો નિર્ણય:ભુજ-દિલ્હી વાયા પાલી-મારવાડ ટ્રેનને રેલ મંત્રીની લીલીઝંડી
    Next Article
    RTO એક્શન મોડમાં:RTO દ્વારા વર્ષમાં 26,441 ચલણમાં 16.53 કરોડનો દંડ ફટકારાયો, 4.58 કરોડની વસૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment