Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTO એક્શન મોડમાં:RTO દ્વારા વર્ષમાં 26,441 ચલણમાં 16.53 કરોડનો દંડ ફટકારાયો, 4.58 કરોડની વસૂલાત

    11 hours ago

    રોડ પર વાહન ચલાવતી વખતે વિવિધ ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડે છે. ટ્રાફીક નિયમના ભંગ બદલ પોલીસ દ્વારા આરટીઓ કચેરીમાં ચલણ ભરપાઇ કરવા માટે મેમો આપવામાં આવે છે. આ સિવાય આરટીઓ દ્વારા રોડ પર ચેકીંગ દરમ્યાન ડિવાઇસ મારફતે ઓનલાઇન ચલણ ઇસ્યુ કરવામાં આવે છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાણાંકીય વર્ષ દરમ્યાન 16.53 કરોડના દંડના 26,441 ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. સરકારી ડેટા અનુસાર, કચેરી દ્વારા અત્યાર સુધી કુલ 16.53 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી અંદાજે 4.58 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં સફળતા મળી છે. આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે મેન્યુઅલ પદ્ધતિથી આપેલા ચલણમાં વસૂલાતનો દર ઘણો ઊંચો છે. કુલ 5,534 ચલણમાંથી 5,496 ચલણનો નિકાલ કરાયો છે. જેમાં 2.56 કરોડના કુલ દંડ સામે 2.54 કરોડ રૂપિયાની વસૂલાત કરાઈ છે. જ્યારે ડિજિટલ ડિવાઇસ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં હજુ મોટી રકમ બાકી છે. કુલ 20,885 ચલણમાંથી માત્ર 3,516નો નિકાલ થયો છે, જેના કારણે 11.89 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ હજુ વસૂલવાની બાકી છે. આરટીઓ કચેરીના આંકડા દર્શાવે છે કે હજુ પણ 17,426 જેટલા ચલણ પેન્ડિંગ છે. ખાસ કરીને ડિવાઇસ દ્વારા જનરેટ થયેલા ચલણો ભરવામાં વાહન ચાલકો ઉદાસીનતા દાખવી રહ્યા હોય તેવું જણાય છે. આગામી સમયમાં બાકી દંડની રકમ વસૂલવા માટે આરટીઓ તંત્ર દ્વારા વધુ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. વાહન ચાલકોને અપીલ કરાઈ છે કે તેઓ પોતાના પેન્ડિંગ ચલણની તપાસ કરી વહેલી તકે દંડ ભરી દે, જેથી કાયદાકીય ગૂંચવણોથી બચી શકાય.
    Click here to Read More
    Previous Article
    રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે સર્જ્યો અકસ્માત:સરપટ ગેટ પાસે ટ્રેક્ટરે સાયકલ સવારને કચડ્યા, આધેડનું મોત થતા અરેરાટી
    Next Article
    ટ્રાફિક નિયમોને લઈને પોલીસનું કડક વલણ:પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસે નિયમોના ભંગ બદલ 24,488 કેસ કર્યા, 71 લાખનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment