Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌરવની વાત:દાનહની બે દીકરી સપના અને સિદ્ધિની ગુજરાત ક્રિકેટમાં પસંદગી

    2 days ago

    દાદરા નગર હવેલીની દીકરીઓએ ક્રિકેટના મેદાનમાં ઇતિહાસ રચ્યો છે. ખેલ અને યુવા મામલાના નિર્દેશક અરુણ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ, પ્રદેશની મહિલા ક્રિકેટ ખેલાડી સપના ગુપ્તા અને સિદ્ધિ દુબેની ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા જિલ્લા સ્તરીય સ્પર્ધા માટે પસંદગી કરી છે. અમદાવાદના પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ટ્રાયલ્સમાં શાનદાર પ્રદર્શન બાદ આ બંને ખેલાડીઓએ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. આ સફળતાનો શ્રેય આપતા સપના ગુપ્તાએ કોચ વત્સલ પટેલના અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી હતી. વત્સલ પટેલે જણાવ્યું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં સખત પરિશ્રમ જ સફળતાની ચાવી છે. ઉલ્લેખનીય છે કે, GCA એ BCCI સંલગ્ન સંસ્થા છે, જેમાં સુરત, વલસાડ અને ભરૂચ સહિત કુલ 10 જિલ્લાઓ તથા દાદરા નગર હવેલી અને દમણ-દીવનો સમાવેશ થાય છે. ખેલ અને યુવા મામલાના નિર્દેશક નિર્દેશક અરુણ ગુપ્તા અને RDC અમિત કુમારે સપના ગુપ્તા અને સિદ્ધિ દુબે આ બંને ખેલાડીઓને સન્માનિત કરતા જણાવ્યું કે, આ સિદ્ધિ અન્ય યુવતીઓ માટે પ્રેરણારૂપ બનશે. આ સફળતા માત્ર ખેલ જગત પૂરતી મર્યાદિત નથી, પરંતુ પ્રદેશમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
    Click here to Read More
    Previous Article
    ‎‎જનકલ્યાણકારી યોજનાઓને વેગ ‎‎આપવા શિબિરો યોજાઈ:દાનહમાં લોકહિતકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા અનુરોધ
    Next Article
    નિવૃત્તિ પોલીસકર્મીએ મિલાવ્યા બૂટલેગર સાથે હાથ:પારડીમાં દારૂની ખેપ મારતા નિવૃત્ત પોલીસકર્મી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment