Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‎‎જનકલ્યાણકારી યોજનાઓને વેગ ‎‎આપવા શિબિરો યોજાઈ:દાનહમાં લોકહિતકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા અનુરોધ

    2 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સંઘ પ્રદેશ પ્રશાસકના નેતૃત્વ હેઠળ દાદરા નગર હવેલીમાં જનકલ્યાણકારી યોજનાઓને વેગ આપવા મહત્વપૂર્ણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું. કૃષિ વિભાગ, DNHDD PDCL અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે રખોલી, કરાડ, દપાડા, વાસોણા અને સુરંગી પંચાયતોમાં આ શિબિરો યોજાઈ હતી. આ શિબિરોમાં ''પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના'' હેઠળ નાગરિકોને સૌર ઊર્જા અપનાવવા પ્રોત્સાહિત કરાયા. જેમાં ભારત સરકાર તરફથી રૂ. 78,000 અને પ્રદેશ પ્રશાસન તરફથી રૂ. 30,000 સુધીની સબસિડીની જાણકારી આપવામાં આવી હતી. બીજી તરફ, કૃષિ ક્ષેત્રે આદિવાસી અને નાના ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને 40% સબસિડી પર ખાતર વિતરણ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતીના ખર્ચમાં ઘટાડો કરી ઉત્પાદન વધારવાનો છે. વધુમાં, જિલ્લા પંચાયત પ્રમુખ નિશાબેન ભાવર, CEO અરુણ ગુપ્તા અને આયોજન અધિકારી પંકજસિંહ પરમારે વાસોણા પંચાયતમાં આયુર્વેદ ચિકિત્સાલય અને અન્ય વિકાસકાર્યોનું જાતનિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતથી સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    હોટલ અને ‎રિસોર્ટના બાંધકામ મામલે ‎વિવાદ:વલસાડમાં પરમિશન વિના હોટલ રિસોર્ટના નવું બાંધકામ સીલ કરાયું
    Next Article
    ગૌરવની વાત:દાનહની બે દીકરી સપના અને સિદ્ધિની ગુજરાત ક્રિકેટમાં પસંદગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment