Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોટલ અને ‎રિસોર્ટના બાંધકામ મામલે ‎વિવાદ:વલસાડમાં પરમિશન વિના હોટલ રિસોર્ટના નવું બાંધકામ સીલ કરાયું

    2 days ago

    વલસાડ તિથલ દરિયા કાંઠે આવેલી એક હોટલ અને રિસોર્ટના બાંધકામ મામલે વિવાદ ઉભો થયો છે.આ બાંધકામ ગેરકાયદે હોવાના આક્ષેપ સાથે ગ્રામપંચાયત દ્વારા પોલસ બંદોબસ્ત હેઠળ સીલ કરી દેવામાં આવ્યું છે. વલસાડના રમણીય સમુદ્ર કાંઠા વિસ્તારમાં આવેલી શ્રીલેખા હોટલ અને એચએનટી રિસોર્ટ ગેરકાયદે હોવાના આક્ષેપ સાથે ગ્રામપંચાયતના સરપંચ રાકેશ પટેલે પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરી દેવા પહોંચી જતાં ભારે દોડધામ મચી ગઇ હતી. સંચાલકોના દાવા મુજબ ચાર માળની મંજૂરી 2021માં મળી હતી અને બધા દસ્તાવેજ કાગળો છે.ગ્રામપંચાયત ગેરકાયદે હોય તો પેપર હોય તે બતાવો તેમ કહી પંચાયતના સરપંચે એમને અગાઉ નોટિસો પણ આપેલી છે અ્ને 1 એપ્રિલના રોજ પર નોટિસ આપી હોવાનું પંચાયત સરપંચ રાકેશ પટેલે જણાવ્યું હતું.જ્યારે સામા પક્ષે સંચાલક વિરલ પટેલે 2021માં રાકેશભાઇ સરપંચ હતા તેમણે જ પરમીશન આપી હતી.હમે બે માળનું બાંધકામની રિવાઇઝની પરવાનગી માગેલી પણ છે તેવી દલીલો રજૂ કરી હતી. સરપંચ રાકેશ પટેલે કહ્યું કે, જે તે સમયે ગ્રાઉન્ડ પ્લસ ટુની પરવાનગી પંચાયતે આપેલી હતી પણ એ લોકો પરમીશન રહેઠાણની માગી હતી,જેમાં હોટલનું બાંધકામ ચાલે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:વલસાડ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 36 બેઠક માટે 208 દાવેદારો,ભાજપમાં 110,કોંગ્રેસના 108
    Next Article
    ‎‎જનકલ્યાણકારી યોજનાઓને વેગ ‎‎આપવા શિબિરો યોજાઈ:દાનહમાં લોકહિતકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા અનુરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment