Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:વલસાડ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 36 બેઠક માટે 208 દાવેદારો,ભાજપમાં 110,કોંગ્રેસના 108

    2 days ago

    વલસાડ જિલ્લામાં 6 તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નવા રોટેશનના કારણે બેઠકોના પ્રકાર બદલાઇ જતાં ગત બોડીના જૂના જોગી હતાશ છે ત્યારે તે અગાઉની બોડીના કેટલાક માજી સભ્યો ટિકિટની લાઇનમાં છે.બીજી તરફ 26 એપ્રિલના રોજ યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીનો રંગ ગ્રામ્ય સ્તરે પકડી રહ્યો છે ત્યારે કોને ટિકિટ મળશે તેના પર દાવેદારો અને તેમના હજારો કાર્યકરોમાં ભારે ઉત્કંઠાનો માહોલ સર્જાયો છે. મુખ્ય સ્પર્ધક પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી માટે યાદી પ્રદેશ હાઇકમાન્ડને મોકલી આપવામાં આવી છે.જિલ્લા પંચાયતની 36 બેઠક પર બંન્ને પક્ષમાંથી 208થી વધુ દાવેદારો સામે આવ્યા હતા.મળતી વિગત મુજબ ભાજપમાંથી 110 અ્ને કોંગ્રેસમાં 108 દાવેદાર જેમની દાવેદારી પસંદગી માટે સામે આવી છે. તાલુકા પંચાયતોની 150 બેઠક માટે બંન્ને પક્ષમાંથી 600થી વધુ દાવેદારોને લઇ ભારે કશ્મકશ સર્જાઇ રહી છે.આમાંથી કોના નામો નક્કી કરાશે તેના પર કાર્યકરોની મીટ મડાઇ છે.જેની વિગતો પ્રદેશમાં રવાના કરી દેવામાં આવી છે.આ યાદીમાંથી 36 ઉમેદવારો બંન્ને પક્ષમાંથી નક્કી કરવામાં આવશે. જિલ્લાની 6 તાલુકા પંચાયતની બેઠક ક્ષમતા 2016-2021ની ટર્મના માજી સભ્યો પણ તલપાપડ ભાજપમાંથી વલસાડ જિલ્લા પંચાયતમાં 2017 અને 2021ની ટર્મના 10 વર્ષના શાસનમાં જે માજી સભ્યો હતા તેમાંથી ઘણાંએ ટિકિટ માગી છે.માજી પ્રમુખપદે રહી ચૂકેલા પણ દાવેદાર છે ત્યારે પક્ષ નવા ચહેરાને ટિકિટ આપશે કે જૂના જોગીને તે જોવું રહ્યું. જો કે લોકશાહીમાં સૌને ચૂંટણી લડવાનો અધિકાર છે તેમાં કોઇ બંધન ન હોય શકે પરંતું ટિકિટ માટે સ્પર્ધા તીવ્ર છે. ભાજપ સીધા ફોર્મ ભરાવશે વલસાડ જિલ્લામાં હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક રાજકારણનો રંગ જામી રહ્યો છે.તમામ બેઠક વિસ્તારોમાં જે તે પક્ષોના આગેવાનો પોતાના ઉમેદવારો માટે મહેનત કરવા ચોગઠુ ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે.ભાજપની યાદી એક બે દિવસમાં જાહેર થવાની શક્યતા એક ભાજપ હોદ્દેદારે વ્યક્ત કરી છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારોી યાદી પણ આ જ અરસામાં તબક્કાવાર જાહેર કરી સીધા ફોર્મ ભરાવવાની કામગીરીમાં કોંગ્રેસ વ્યસ્ત થઇ જશે તેવું કોંગ્રેસ સૂત્રો જણાવી રહ્યા છે. આજથી રાજકીય માહોલમાં ગરમાટો જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    પાલિકાની કામગીરી સામે લોકરોષ:હરણી વિજયનગરમાં રોડનું કાર્પેટિંગ કરતા કોન્ટ્રાકટરોને લોકોએ ભગાડયા
    Next Article
    હોટલ અને ‎રિસોર્ટના બાંધકામ મામલે ‎વિવાદ:વલસાડમાં પરમિશન વિના હોટલ રિસોર્ટના નવું બાંધકામ સીલ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment