Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્તિ પોલીસકર્મીએ મિલાવ્યા બૂટલેગર સાથે હાથ:પારડીમાં દારૂની ખેપ મારતા નિવૃત્ત પોલીસકર્મી ઝડપાયો

    2 days ago

    જે હાથોમાં ક્યારેક કાયદાનું પાલન કરાવવાની લાકડી હતી, એ જ હાથોમાં આજે દારૂની બાટલીઓ અને લોખંડી હાથકડીઓ જોવા મળી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર પાતલીયા ચેકપોસ્ટ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી એક એવા બુટલેગરને ઝડપી પાડ્યો છે, જેનું નામ જાણીને ખુદ પોલીસ બેડામાં પણ સોપો પડી ગયો છે. આ બુટલેગર બીજું કોઈ નહીં પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા લોટનભાઈ ગણપતભાઇ વાડીલે છે. નિવૃત્ત જમાદાર પોતાની જ્યુપીટર મોપેડ (GJ-15-EP-0087) પર દમણથી દારૂનો જથ્થો લાવી રહ્યા હતા. પોલીસે અટકાવી તપાસ કરતા મોપેડની ડીકી અને થેલીઓમાંથી વિદેશી દારૂ તથા બીયરની 150 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને મોપેડ મળી કુલ રૂ. 88,184 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નિવૃત્તિ બાદ સન્માનજનક જીવન જીવવાને બદલે લોટનભાઈએ બુટલેગરો સાથે હાથ મિલાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે તેઓ આ જથ્થો વલસાડના આનંદ મહેશ પટેલને પહોંચાડવાના હતા. એક સમયે જે પોલીસ સ્ટેશનમાં માન મળતું હતું, આજે તે જ લોકઅપમાં જવાનો વારો આવ્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગૌરવની વાત:દાનહની બે દીકરી સપના અને સિદ્ધિની ગુજરાત ક્રિકેટમાં પસંદગી
    Next Article
    ઘાતકી હત્યા:તિલકવાડા નજીક પત્નીએ જ પતિની માથામાં પથ્થર મારી હત્યા કરી નાખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment