Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમેદવારોએ રોજે રોજ ખર્ચની વિગત આપવી પડશે:ઉમેદવારો યુપીઆઈ મારફતે પેમેન્ટ કરે તે પણ ચૂંટણી ખર્ચમાં જ ગણાશે

    9 hours ago

    26 એપ્રિલે યોજાનારી પાલિકાની ચૂંટણીના પ્રચારમાં ઉમેદવારને 9 લાખ ખર્ચની મર્યાદા અપાઇ છે. ઉમેદવારો યુપીઆઈથી પેમેન્ટ કરશે તો તે પણ ચુંટણી ખર્ચમાં ગણાશે તેવો નિર્ણય લેવાયો છે. ઉમેદવારોને આર.ઓ દ્વારા ખર્ચ નોંધવા રજીસ્ટર અપાશે. ઉમેદવારોએ રોજે રોજ ખર્ચની વિગત આપવી પડશે. હવે મોટાભાગનું પેમેન્ટ ડીજીટલ માધ્યમથી થાય છે. ત્યારે ઉમેદવાર જો ડીજીટલ પેમેન્ટ કરશે તો તેનો હિસાબ આપવો પડશે. યુપીઆઈ પેમેન્ટને ચુંટણી ખર્ચમાં ગણાશે. જેના પગલે ઉમેદવારે ચૂંટણી દરમિયાન પેમેન્ટ કરતાં સાવચેત રહેવું પડશે અને યુપીઆઇથી કરેલા પેમેન્ટનો હિસાબ જિલ્લા તીજોરી કચેરી ખાતે આપવાનો રહેશે. ઉમેદવારો ફોર્મ ભરશે ત્યારે રીટર્નીંગ ઓફિસર ઉમેદવારને ખર્ચ નોંધવા માટે રજીસ્ટર આપશે. ઉમેદવારોએ રોજના ખર્ચની વિગત આપવી પડશે ઉમેદવારોને આર.ઓ દ્વારા ખર્ચ નોંધવા રજીસ્ટર અપાશે. જેમાં ઉમેદવાર રોજ ખર્ચ લખશે. રોજે રોજના ખર્ચની ડિટેલ યુપીઆઇ પેમેન્ટની વિગતો સાથે આપવી પડશે. > વી.ડી.બાલત, તિજોરી શાખા તંત્ર બેંક સ્ટેટમેન્ટની ચકાસણી કરી કાર્યવાહી કરશે ચૂંટણી તંત્ર ઉમેદવારોના મોબાઈલ ચકાસી શકે છે. જો કોઈ છુપાવવાનો પ્રયાસ કરશે, તો ચૂંટણી બાદ પણ કાર્યવાહી થઈ શકે છે. તિજોરી શાખાએ સ્પષ્ટ કર્યું છે કે, ડિજિટલ વ્યવહારોમાં પારદર્શિતા રાખવી અનિવાર્ય રહેશે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:યુવકે સોશિયલ મીડિયામાં બાજવાના પરિવારની 5 મહિલાઓના ફોટો ઉપર 1 હજારથી 5 હજાર કિંમત લખી, પોલીસે પાઠ ભણાવ્યો
    Next Article
    સફાઈ પર માઠી અસર:ડીઝલ ખૂટી પડતાં પાલિકાના 436 વાહનોના પૈડાં થંભ્યા, કચરો, ગટર-પાણીની સેવાઓ અસરગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment