Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર-આબુ હાઇવે પર 5 વાહનનો અકસ્માત, 1નું મોત:બાલારામ બ્રિજ પર ગંભીર ઘટના, 5થી વધુ લોકો ઘાયલ

    1 day ago

    પાલનપુર-આબુ હાઇવે પર આવેલા બાલારામ બ્રિજ ઉપર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કુલ પાંચ વાહનો એકબીજા સાથે અથડાતાં આ ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં એર્ટિગા અને આઇસર સહિતના વાહનોને ભારે નુકસાન થયું હતું. આ ઘટનામાં વાહનોનો કચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ અને એનએચઆઈટી વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેમણે બચાવ કામગીરી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર પાંચથી છ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ આ જ બાલારામ બ્રિજ ઉપર વેગેનર કારના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    બંજી જમ્પિંગનો રુંવાડા ઊભા કરી દેતો VIDEO:એડવેન્ચર કંપનીએ દોરડું બાંધ્યા વિના જ 24 વર્ષીય યુવતીને 115 ફૂટ નીચે ફેંકી, જોનારાઓ ચીસાચીસ કરવા લાગ્યા
    Next Article
    મહિલાએ હેડક્લાર્ક પતિ સામે ફરિયાદ નોંધાવી:દહેજ અને શારીરિક-માનસિક ત્રાસનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment