Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાએ હેડક્લાર્ક પતિ સામે ફરિયાદ નોંધાવી:દહેજ અને શારીરિક-માનસિક ત્રાસનો આક્ષેપ

    1 day ago

    ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપવા, મહેણાં-ટોણાં મારી ₹5,00,000 દહેજની માંગણી કરવા તેમજ હોસ્પિટલમાં મારઝૂડ કરી ઈજા પહોંચાડવા અંગે ગુનો નોંધાવ્યો છે. આ ફરિયાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી માધુરીબેન પરસોત્તમભાઇ માળી (શ્રીમાળી), ઉંમર 33 વર્ષ, ચાણસ્માના રહેવાસી છે અને મૂળ બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામના છે. તેમણે પોતાના પતિ નવીનકુમાર ડાહ્યાભાઇ પરમાર, જે બનાસકાંઠાના વડગામના આંબેડકરનગરના રહેવાસી છે, તેમની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના લગ્ન વર્ષ 2017 માં સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા અને તેમને 7 વર્ષનો એક દીકરો મંતવ્ય છે. પતિ ગાંધીનગર કૃષિભવન ખાતે હેડ ક્લાર્ક તરીકે નોકરી કરે છે. લગ્ન જીવન દરમિયાન વર્ષ 2020 માં દીકરાના જન્મ સુધી બધું બરાબર ચાલ્યું હતું. જોકે, આશરે 01/06/2021 થી પતિએ નાની બાબતોમાં મહેણાં-ટોણાં મારી મારઝૂડ શરૂ કરી હતી અને પિતાના ઘરેથી ₹5,00,000 દહેજ લાવવાની માંગણી કરી દીકરા સાથે ઘરની બહાર કાઢી મૂક્યા હતા. સામાજિક આગેવાનો મારફતે સમાધાન કરી સાથે રહેતા હોવા છતાં 23/06/2021 ના રોજ પતિએ ફોન પર ગાળો આપી દહેજના પૈસા લાવવા કહી ફરીથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ ફરિયાદી ચાણસ્મા ખાતે માતાના ઘરે આવી ગયા હતા. ત્યારબાદ 20/01/2026 ના રોજ દીકરો બીમાર પડતાં તેને કલરવ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. 22/01/2026 ના રોજ હોસ્પિટલના રૂમમાં હાજર પતિએ ફરિયાદી પર શંકા-વહેમ રાખી ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડી હતી અને ડાબા કાન પર જોરથી લાફો મારી ઈજા પહોંચાડી હતી. આ હોબાળો થતાં આજુબાજુના લોકોએ વચગાળો કરી છોડાવ્યા હતા. આ ઈજા અંગે ફરિયાદીએ નારાયણી હોસ્પિટલના ડોક્ટર જીગ્નેશ રાજવીર પાસે સારવાર લીધી હતી. સામાજિક રીતે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતાં આખરે ફરિયાદીએ 26/05/2026 ના રોજ પોલીસ અધિક્ષક, પાટણ અને મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં 12/06/2026 ના રોજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 85, 115(2), 296(b) અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર-આબુ હાઇવે પર 5 વાહનનો અકસ્માત, 1નું મોત:બાલારામ બ્રિજ પર ગંભીર ઘટના, 5થી વધુ લોકો ઘાયલ
    Next Article
    જમાઈએ નાનાની છરીના ઘા ઝીંકી હત્યા કરી:નાનીને ગંભીર ઈજા, આરોપી અવારનવાર ધમકીઓ આપતો; રાજકોટમાં પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment