Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંજી જમ્પિંગનો રુંવાડા ઊભા કરી દેતો VIDEO:એડવેન્ચર કંપનીએ દોરડું બાંધ્યા વિના જ 24 વર્ષીય યુવતીને 115 ફૂટ નીચે ફેંકી, જોનારાઓ ચીસાચીસ કરવા લાગ્યા

    1 day ago

    બ્રાઝિલમાં 24 વર્ષની એક યુવતી માટે શોખ જ તેના મૃત્યુનું કારણ બન્યું. એક એડવેન્ચર કંપનીની હૃદય કંપાવી દે તેવી બેદરકારીના કારણે એક છોકરી બંજી કોર્ડ બાંધ્યા વિના જ 35 મીટરની ઊંચાઈએથી નીચે કૂદી પડી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ ઘટના શનિવારે સવારે "સ્કેલેટન બ્રિજ" પર બની હતી. સાક્ષીઓએ જણાવ્યું કે કર્મચારીઓએ મહિલાને પ્લેટફોર્મ પરથી મોકલતા પહેલા સુરક્ષા દોરડું યોગ્ય રીતે બાંધ્યું ન હતું. ઇમરજન્સી સેવાઓને સ્થળ પર બોલાવવામાં આવી હતી, પરંતુ મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. મૃતકની ઓળખ મારિયા એડ્યુઆર્ડા રોડ્રિગ્સ ડે ફ્રીટાસ તરીકે થઈ છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં જોવા મળ્યું કે કર્મચારીઓ તેને કૂદવા માટે પ્લેટફોર્મ સુધી લઈ જઈ રહ્યા હતા. પડ્યા પછી લોકોને દોરડા વિશે બૂમો પાડતા સાંભળવામાં આવ્યા. જોકે, આ સ્કેલેટન બ્રિજ છેલ્લા લગભગ ત્રણ દાયકાથી લાવારિસ અને બંધ પડ્યો છે, પરંતુ તાજેતરના દિવસોમાં તે સાહસિકો અને પ્રવાસીઓ માટે એક પ્રિય સ્થળ બની ગયો હતો. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ જગ્યાએ સરકાર કે કોઈ સત્તાવાર સંસ્થા દ્વારા કોઈ દેખરેખ કે સુરક્ષા નિયમન લાગુ નહોતું. વિડિયો બનાવવા માટે જિંદગી દાવ પર લગાવી સ્થાનિક મીડિયા અનુસાર, મૃતક મારિયા એડ્યુઆર્ડા રોડ્રિગ્સ ડી ફ્રીટાસે આ ખતરનાક બંજી જમ્પ અને તેનો વીડિયો શૂટ કરાવવા માટે 'એન્ટ્રે કોર્ડાસ' નામની એક ખાનગી કંપનીને લગભગ 290 ડોલર (લગભગ 24,500 રૂપિયા) ચૂકવ્યા હતા. તેને શું ખબર હતી કે જે વીડિયોને તે પોતાની યાદોમાં સાચવવા માંગતી હતી, તે જ તેના જીવનનો છેલ્લો વીડિયો સાબિત થશે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, યુવતી પહેલાં ત્રણ અન્ય લોકોએ ત્યાંથી જમ્પ લગાવી હતી, જેઓ સુરક્ષિત રહ્યા હતા. પરંતુ જ્યારે આ છોકરીનો વારો આવ્યો, ત્યારે ત્યાં હાજર ક્રૂ મેમ્બર્સે સુરક્ષા નિયમોને સંપૂર્ણપણે અવગણ્યા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ ગંભીર બેદરકારીનો મામલો છે. ક્રૂ મેમ્બર્સે છોકરીને ધક્કો મારતા કે કૂદવાનો ઇશારો કરતા પહેલા મૂળભૂત સુરક્ષા તપાસ પણ ન કરી અને તે તપાસવાનું ભૂલી ગયા કે તેની સાથે સુરક્ષા દોરડું યોગ્ય રીતે બાંધેલું છે કે નહીં. દુર્ઘટનાના સાક્ષી રહેલાં લોકો ડરી ગયા જ્યારે પુલ પર હાજર અન્ય પ્રવાસીઓએ આ આખી ઘટનાને પોતાના કેમેરામાં રેકોર્ડ કરી, ત્યારે ત્યાંનો નજારો ખૂબ જ ભયાનક હતો. જેવી છોકરીએ પુલ પરથી છલાંગ લગાવી, ત્યાં ઉભેલા લોકોને તરત જ સમજાઈ ગયું કે તેના પગ કે શરીર સાથે કોઈ દોરડું જોડાયેલું જ નહોતું. જોતજોતામાં આખા વિસ્તારમાં ચીસાચીસ મચી ગઈ. છોકરી સીધી 35 મીટર (લગભગ 115 ફૂટ) નીચે પડી. ચોંકાવનારી વાત એ છે કે કંપનીના ઇન્સ્ટ્રક્ટર્સને તેમની આ ભયાનક ભૂલનો અહેસાસ ત્યારે થયો, જ્યારે છોકરી નીચે પડી ચૂકી હતી. ઘટના બન્યા પછી તરત જ ત્યાં હાજર સ્ટાફના હાથ-પગ થીજી ગયા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ભૂલનો અહેસાસ થતાં જ આરોપી ઇન્સ્ટ્રક્ટર્સ અને સ્ટાફ ત્યાંથી ભાગવાની ફિરાકમાં હતા. તેઓ ઘટનાસ્થળેથી નીકળવાની કોશિશ કરી જ રહ્યા હતા કે સ્થાનિક પોલીસે તેમને ઘેરી લીધા અને રોકી દીધા. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નીચે ક્લિક કરીને જુઓ આખો વીડિયો….
    Click here to Read More
    Previous Article
    Jemi Rodrigues: ‘When you win one World Cup, you are addicted to winning and want another one’
    Next Article
    પાલનપુર-આબુ હાઇવે પર 5 વાહનનો અકસ્માત, 1નું મોત:બાલારામ બ્રિજ પર ગંભીર ઘટના, 5થી વધુ લોકો ઘાયલ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment